Home »NRG »UK» Diwali Celebrations By Baladia Sarvodal In London

લંડનમાં કચ્છીઓએ કરી દિવાળીની ભવ્ય ઉજવણી, આવો હતો માહોલ

Suryakant Jadva | Nov 28, 2016, 15:50 PM IST

લંડન(સૂર્યકાંત જાદવા દ્વારા):દેશવિદેશોમાં રહેતા હિન્દૂઓ દિવાળીના ધામધૂમથી ઉજવણી કરે છે પણ લંડનમાં અનોખી રીતે દિવળીની ઉજવણી કરવામાં આવી. મૂળ કચ્છના વતનીઓએ અલગ જ રીતે દિવાળીનું સેલિબ્રેશન કર્યું છે. તમામ ગામના વતની સમૂહમાં એકઠા થઈને ગામે ગામની દિવાળી ઉજવે છે. ગઈ કાલે હૅરોમાં આવેલા બાયરન હોલ ખાતે બાલડિયા ગામના વતની એકઠા થઈને દિવાળી સ્નેહ મિલન અનોખી રીતે ઉજવ્યું હતું. હોલમાં સાંજે 6 વાગ્યે બધા એકઠા થઈને સગા-સંબંધી, મિત્રોને મળીને સમૂહ ભોજનનો આનંદ લીધો હતો.
 
ત્યારબાદ નાના બાળકોની રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો તેમની માતાઓ સાથે મળીને રંગોળી કરી હતી. ત્યારબાદ મહિલાઓએ રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો. બધાએ તમામ વ્યંજનોનો આસ્વાદ માણ્યો બાદમાં ગુજ્જુઓની ગરબા વિના પાર્ટી કેમ કહેવાય, બધા મોડી રાત સુધી રાસ ગરબા રમ્યા હતા.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ, ઉજવણી દરમિયાન ગામેગામના કચ્છા ઉમટ્યા હતા અને જમાવ્યો હતો રંગ, ગરબે પણ ઘૂમ્યા...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Diwali celebrations by Baladia sarvodal in london
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext