Home »NRG »UK» Diwali Celebrations At Kingsbury Mandir Kingsbury London

તસવીરોઃ લંડનમાં આ રીતે થયું દિવાળી સેલિબ્રેશન, ગોરાઓનો જમાવડો

divyabhaskar.com | Nov 02, 2016, 13:07 PM IST

લંડન(સૂર્યકાંત જાદવા દ્વારા):ભારત સહિત દેશવિદેશોમાં પણ દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. લંડનમાં વસતા ભારતીયો દ્વારા કિંગ્સબરના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે પણ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરીને દિવાળી અને નૂતન વર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. લંડનમાં વસતા ભારતીયો ઉપરાંત ગોરાઓ પણ આ ઉજવણીમાં સામેલ થયા અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. 

 

કિંગ્સબર ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં 30 ઓક્ટોબરના રોજ રાત્રે દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી કરવા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. કાર્યક્રમમાં શ્રી મુક્તજીવન સ્વામિબાપા એકેડમી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ દ્વારા પરંપરાગત ભારતીય નૃત્ય અને ઢોલક તથા શ્રી મુક્તજીવન સ્વામિબાપા પાઈપ બેન્ડ અને ઢોલ એકેડમીએ સાંજ મનોરંજક બનાવી દીધી હતી. ગોરાઓ કાર્યક્રમમાં ભારતીય નૃત્ય અને ઢોલક સાંભળીને મંત્રમુગ્ધ થયા હતા. ઉપરાંત તેઓ પણ પરંપરાગત ભારતીય પોષાકોમાં જોવા મળ્યા હતા. કિંગ્સબર ખાતે આવેલું શ્રી સ્વામિનારાયણ મંદિર પણ રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. જેનો નજારો નયનરમ્ય હતો.

 

આગળની સ્લાઈડ્સમાં તસવીરોમાં જુઓ આ રીતે ગોરાઓ ભારતીય ઢોલક અને નૃત્ય જોઈ થયા મંત્રમુગ્ધ

(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Diwali Celebrations at Kingsbury Mandir kingsbury london
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended