Home »NRG »UK» Diwali And New Year Sneh Milan 2016 By Gujarati Samaj Ireland

આયર્લેન્ડમાં ગુજરાતીઓએ આવી રીતે મનાવી દિવાળી, યોજ્યો સ્નેહ મિલન

Suryakant Jadva | Nov 28, 2016, 15:55 PM IST

આયર્લેન્ડઃભારત સહિત દેશવિદેશોમાં પણ દિવાળી અને નૂતન વર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતી સમાજ આયર્લેન્ડ(GSI) માઉન્ટ મેરિયન કોમ્યુનિટી સેન્ટર ખાતે તારીખ 30 ઓક્ટોબરના રોજ દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ખાસ સ્નેહ મિલનનું આયોજન તથા ગુજરાતી સમુદાયના સિનિયર સભ્યો દ્વારા શાંતિ માટે વૈદીક મંત્રોચ્ચાર કરીને પરંપરાગત દીપ પ્રાગટ્યનું આયોજન કરવામાં આવ્યું હતું અને સંવાદિતા-એકતા માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં સુખ અને શાંતિ, પરિવારની એકતા માટે શ્રી લક્ષ્મી પૂજન અને શ્રી નિલકંઠ વરણી અભિષેકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હાજર રહેલા અનેક ગુજરાતીઓએ આરતી અને અભિષેકની તક મળી હતી. GSI દ્વારા લંચનું પણ આયોજન કરાયું હતું, જેમાં બધાએ સાથે બેસીનો ભોજનનો લાભ લીધો હતો. 

 

આગળની સ્લાઈડ્સમાં જુઓ, આયર્લેન્ડમાં થયેલી ઉજવણીની વધુ તસવીરો...

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Diwali and New Year Sneh Milan 2016 by Gujarati Samaj Ireland
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext