Home »NRG »UK» Dassera Celebrated In Traditional Style At Stanmore London

લંડનમાં 30 ફૂટના રાવણનું દહન, સ્વામિનારાયણ મંદિરમાં દશેરાની ભવ્ય ઊજવણી

Suryakant Jadva, London | Oct 14, 2016, 12:27 PM IST

  • લંડનમાં સ્વામિનારાણય મંદિરમાં દશેરાની ભવ્ય ઉજવણી
લંડન(સુર્યકાંત જાદવા દ્વારા):અસત્ય પર સત્યના વિજયનો દિવસ એટલે દશેરા. નવરાત્રિ પર્વ બાદ દેશભરમાં દશેરાનો તહેવાર ભારે ધામધૂમથી ઉજવવામાં આવ્યો. ઠેર-ઠેર રામલીલા તથા રાવણ દહનના કાર્યક્રમો થયા. ત્યારે વિદેશમાં વસતા ભારતીયોએ પણ દશેરાની ધામધૂમથી ઉજવણી કરી. લંડનના શ્રી સ્વામિનારાયણ મંદિર ધર્મ ભક્તિ મનોર સ્ટાનમોર ખાતે રાવણ દહનનું નાટક રજૂ કરીને દશેરાની ઉજવણી કરી. 
 
શ્રી સ્વામિનારાયણ મંદિર ધર્મ ભક્તિ મનોર સ્ટાનમોર ખાતે દશેરાના એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 30 ફૂટનો રાવણ બનાવવામાં આવ્યો હતો અને બાળકો દ્વારા પરંપરાગત પહેરવેશમાં રાવણ દહનનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ ભવ્ય કાર્યક્રમને નિહાળવા માટે લંડનમાં વસતા 1000 જેટલા ભારતીયો ઉમટી પડ્યા હતા. રાવણ દહનના કાર્યક્રમને નિહાળવા માટે ભારતીયો વહેલાસર પહોંચી ગયા હતા. અહીંયા આસપાસ લગાવવામાં આવેલા નાસ્તાના સ્ટોલનો સ્વાદ પણ માણ્યો હતો. લોકોએ પરિવાર સાથે આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ, લંડનમાં આ રીતે કરવામાં દશેરાની ઉજવણી, 30 ફૂટના રાવણનું દહન...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Dassera celebrated in traditional style at Stanmore london
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext