Home »NRG »UK» Celebrated Sharad Punam On Weekend At Brent Civic Centre

ગુજરાતીઓએ શરદપૂનમે ડોલાવ્યું લંડન, શરદપૂનમે રાસગરબાનું થયું આયોજન

Suryakant Jadva, London | Oct 18, 2016, 13:16 PM IST

લંડન(સુર્યકાંત જાદવા દ્વારા):દેશવિદેશોમાં વસતા ગુજરાતીઓએ શરદપૂનમની ધામધૂમથી ઉજવણી કરી હતી. લંડનમાં પણ બ્રેન્ક સિવિક સેન્ટર ખાતે રેડ લોટસ દ્વારા શરદપૂનમની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓએ ભાગ લેવા ઉમટી પડ્યા હતા. કાર્યક્રમ દરમિયાન રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઢોલના તાલે ગુજરાતીઓ મન મૂકીને ઝુમી ઉઠ્યા હતા. મહેમાન તરીકે બ્રેન્ટ કાઉન્સીલરના મેયર સહિત બ્રેન્ટ કાઉન્સીલરના નેતા મુહમ્મદ બટ્ટ અને કાઉન્સીલર આયેશા રાઝા ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પણ રાસગરબામાં જોડાયા હતા.
 
શરદપૂનમના આ રંગારંગ કાર્યક્રમમાં સ્ટેજ શો, ડાન્સ ડ્રામા, નવરંગી નવરાત્રી, કલ્ચરલ શો, ટ્રેડિશનલ મ્યૂઝિક અને ડાન્સ તથા ભજન અને સ્પીરીચ્યુઅલ ઈવેન્ટનું આયોજન કરાયું હતું. પરંપરાગત રીતે માતાજીની આરતી ઉતાર્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. હાજર મહેમાનોએ પણ માતાજીની આરતી ઉતારી હતી. 
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: celebrated sharad punam on weekend at Brent civic centre
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended