Home »NRG »UK» Celebrate Annkut Mahotsab At London Swaminarayan Temple UK

લંડન સ્વામિ.મંદિરમાં અન્નકુટની હાઈટેક ઉજવણી, વેમ્બલી સ્ટેડિયમ ખીચોખીચ

Suryakant Jadva | Nov 28, 2016, 15:48 PM IST

લંડન: વિક્રમ સંવત 2073ના નવા વર્ષના દિવસે ભારત સહિત વિદેશના અનેક મંદિરોમાં અન્નકુટનું આયોજન કરવામાં આવ્યું હતું. લંડનના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં પણ ધામધૂમથી દિવાળીથી માંડીને નવા વર્ષના તમામ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી. સ્વંયસેવકો દ્વારા પણ શાનદાર રીતે નવા વર્ષની ઉજવણી કરવા માટે તમામ તૈયારીઓ પહેલાથી શરૂ કરી દેવામાં આવી હતી. નવા વર્ષ અન્નકુટ અને ભગવાનના દર્શન માટે મોટી સંખ્યામાં લંડનના મહાનુભાવો સહિત હરિભક્તો ઉમટી પડ્યા હતા.
 
નવા વર્ષે સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ પહેલી આરતી કરવામાં આવી હતી. ત્યાર બાદ ખાસ મહાપૂજા દ્વારા શાંતિ, સમૃદ્ધિ અને સમગ્ર વિશ્વમાં સૂમેળભર્યા વાતાવરણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. મેન પ્રાર્થના સભા હોલમાં ભગવાનની મૂર્તિ સામે મુકાયેલા આઈકોનિક અન્નકુટે ખાસ આકર્ષણ જમાવ્યું હતું.

મુલાકાતીઓ અને બહારથી આવેલા હરિભક્તોને કોઈ અગવડતા ન પડે તે માટે યુવાન સ્વયંસેવકો દ્વારા પહેલાથી તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. યોગવિવેક સ્વામીએ મહંત સ્વામી વતી નવા વર્ષના આર્શિવાદ સાથે સંદેશો આપ્યો હતો. UK સ્થિત ભારતના હાઈ કમિશનર દીનેશ પટનાયકે આ સેલિબ્રેશનમાં ખાસ હાજરી આપી હતી. આ ઉપરાંત એમપી, કાઉન્સિલર સહિતના અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. જ્યારે ઓસ્ટ્રિયા, ઈટલી, મેક્સિકો જેવા બહારના દેશોમાંથી પણ મોટી સંખ્યામાં મુલાકાતીઓએ આ દિવસે હાજરી આપી હતી.
 
આગળ જુઓ અન્નકુટ તૈયાર કરતા હરિભક્તોની તસવીરો....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: celebrate annkut Mahotsab At london Swaminarayan temple UK
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext