Home »NRG »UK» Celebrate Abjibapa Shree 172 Birthday At Willesden London

લંડનઃ અબજીબાપા શ્રીના પ્રાગટ્ય દિવસની ધામધૂમથી ઉજવણી, ઉમટ્યા હરિભક્તો

Suryakant Jadva | Nov 28, 2016, 15:53 PM IST

લંડન(સૂર્યકાંત જાદવા દ્વારા):વિશ્વમાં અબજીબાપા શ્રીના અનેક હરિભક્તો છે. તેમનો પ્રાગટ્ય(જન્મદિવસ) દિવસ કારતક સુદ અગિયારના રોજ આવે છે. દર વર્ષને જેમ આ વર્ષે પણ તેમના જન્મ દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. 
 
લંડનના વિલ્સલેન્ડ ખાતે આવેલા ક્વિન્સ પાર્ક કોમ્યુનિટી હોલમાં અબજીબાપા શ્રીના હરિભક્તો એકઠા થયા હતા અને તેમના જન્મદિવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. હિન્દૂ પરંપરા પ્રમાણે મૂર્તિને ઝુલાવવામાં આવી હતી ત્યારબાદ તેમના ગુણગાન કરવામાં આવ્યા હતા. એકઠા થયેલા હરિભક્તોએ પરંપરાગત રીતે અબજીબાપાની આરતી ઉતારીને કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આરતી ઉતાર્યા બાદ પ્રસાદ ગ્રહણ કરવામાં આવ્યો હતો. બાદમાં હરિભક્તોએ ગુણગાન ગાયા હતા અને સાથે સાથે ગરબે પણ ઘૂમ્યા હતા.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Celebrate abjibapa shree 172 Birthday at Willesden London
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext