Home »NRG »UK» Britain Pothole: Drivers Demand To Be Filled In Few Days

કાગડા બધે કાળા, ગુજરાતીઓને બ્રિટનના રસ્તે પણ નડે છે ખાડા!

divyabhaskar.com | May 14, 2017, 17:17 PM IST

  • ખાડાઓને 2020-21 સુધીમાં પૂરવા માટે બજેટમાં ખાસ ફાળવણી કરી હતી
બ્રિટનઃ આમ તો કહેવત છે કે જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત, પરંતુ લંડનમાં વસતા ગુજરાતીઓને ન ગમે તેવા દ્રશ્યો હવે જોવા પડી રહ્યા છે. વિદેશની ભવ્ય ઈમારતો અને એડવાન્સ ટેકનોલોજીથી અંજાઈને ઘણા લોકો ત્યાં જતા હોય છે. જો કે, તાજેતરમાં બ્રિટનમાં વસતા ગુજરાતી લોકો એક અનોખી સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. ભવ્યતાથી છલોછલ બ્રિટનમાં પણ ગુજરાતીઓને ખાડાઓના ત્રાસનો સામનો કરવો પડી રહ્યો છે.
 
સામન્ય રીતે વરસાદ પડ્યા બાદ રસ્તાઓ પર ખાડા પડી જતા હોય છે, જેના કારણે વાહન ચાલકોને ઘણી મૂશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને અકસ્માતોની સંખ્યા પણ વધી જાય છે. આવી સ્થિતિ બ્રિટનમાં પણ હવે જોવા મળી છે. બ્રિટનના અમુક રસ્તાઓ પર અઢળક ખાડાઓ પડી ગયા છે. જેના કારણે વાહન ચાલકોને ભારે મૂશ્કેલીનો સામનો કરવો પડે છે. બ્રિટનમાં વાહન ચાલકો ઈચ્છે છે કે, બ્રિટનના રસ્તાઓ પર પડેલા ખૂની ખાડાઓની મરામત જેમ બને તેમ જલ્દી કરાવવામાં આવે જેથી તેઓ તેમની અને તેના વાહનોની સુરક્ષા કરી શકે. 
 
એસ્ફાલ્ટ ઈન્ડસ્ટ્રી એલાયન્સ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા સર્વેમાં બ્રિટનના રસ્તાની મરામતનો ખર્ચ અંદાજે 12 બિલિયન પાઉન્ડ જેટલો આંકવામાં આવ્યો છે. ગત વર્ષે બ્રિટિશ સત્તાધિકારીઓએ કહ્યું હતું કે, દેશભરના રસ્તાઓ પર અંદાજે 10 લાખ જેટલા ખાડાઓ પડ્યા છે, તેને સરકાર આવતા 12 મહિનામાં પૂરી દેશે. જેના માટે સરકારે અમુક રકમની ફાળવણી પણ કરી હતી. જો કે, એક વર્ષ બાદ સ્થિતિ ઠેરની ઠેર રહી છે. રસ્તાઓ પરના ખાડાઓની સમસ્યાઓ વકરી જતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે તેથી બ્રિટિશ સરકારે રસ્તાઓની મરામત માટે પોઠોલ એક્શન ફંડ ઊભું કરવાનું નક્કી કર્યું છે. ગત વર્ષે સરકારે 40 લાખ ખાડાઓને 2020-21 સુધીમાં પૂરવા માટે બજેટમાં ખાસ ફાળવણી કરી હતી.
 
આગળ જૂઓ, બ્રિટનના રસ્તાઓ પર પડેલા ક્યાંક મસમોટા ભૂવાઓ ક્યાંક ખાડા, ગુજરાતીઓએ દેખાડ્યા બિસ્માર રસ્તાને
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Britain Pothole: Drivers demand to be filled in few days
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended