Home »NRG »UK» UK: Brave Shopkeeper Bipin Patel Chased Armed Robbers

UKમાં બંદૂકધારી લૂંટારું સામે પટેલની ચતુરાઈ, 6 સેકન્ડમાં જ સ્ટોરમાંથી ભગાડ્યા

divyabhaskar.com | May 10, 2017, 18:27 PM IST

  • પટેલે ચતુરાઈથી એલાર્મ બટન દબાવી દીધું હતું
લંડનઃડ્રામેટિક ફૂટેજે એ ઘટના કેદ કરી દીધી હતી, જેમાં 3 સશસ્ત્ર લૂંટારાઓએ પટેલ દુકાનદારને બંદૂક બતાવી હતી. લૂંટારુંઓએ દુકાનમાંથી રોકડ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બહાદુર પટેલ રોકડ રકમ આપવાનો ઇન્કાર કરી દીધો હતો. બે સંતાનના પિતા બીપીન પટેલે ચોરની ત્રિપુટીનો ચતુરાઈથી સામનો કર્યો હતો. પટેલે જ્યારે સિક્યોરિટી એલાર્મ બટન દબાવ્યું ત્યારે લૂંટારાઓ દુકાનમાંથી ઉભી પૂંછડીએ ભાગી ગયા હતા. 54 વર્ષના પટેલે ઘટના બાદ સ્પ્રિન્ટાર્ડ, નોર્થમ્પટોનના ઇક્ટોન બ્રૂકમાં તેમની દુકાન પાસે આવેલા ઘર તરફ લૂંટારુંઓને પીછો કર્યો હતો. 
સીસીટીવી ફૂટેજ મૂક્યા ઓનલાઈન, જોઈ ચૂક્યા છે 1 લાખ લોકો

ત્રણ લૂંટારુઓ લંડનના સ્પ્રિન્ટાર્ડ, નોર્થમ્પટોનના ઇક્ટોન બ્રૂકમાં આવેલી દુકાનમાં ઘૂસી આવ્યા હતા અને બંદૂક બતાવીને નાણાં આપવાની માગણી કરી રહ્યા હતા. આ દરમિયાન બીપીન પટેલ ગ્રાહકોને સેવા આપી રહ્યા હતા. પટેલે તેમને પૈસા આપવાના બદલે ફ્લોર પર બેસી ગયા હતા અને સિક્યોરિટી અલાર્મ દબાવવા સફળ રહ્યા હતા. પટેલે તેમના સીસીટીવીમાં કેદ થયેલી ઘટના ઓનલાઈન પોસ્ટ કરી છે જેને અત્યાર સુધી 100,000થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. બીપીન પટેલ છેલ્લા 30 વર્ષથી તેમની શોપ ચલાવે છે. તેમણે કહ્યું કે, '2 મેના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ લૂંટારુઓએ તેમના લમણે બંદૂક તાકી ત્યારે તેઓ સામાન્ય દિવસની જેમ ગ્રાહકોને સેવા આપી રહ્યા હતા.' તેમણે ઉમેર્યું કે, 'તેઓ આગળના દરવાજા મારફતે રોકેટની જેમ આવ્યા અને બૂમો પાડતા રહ્યા "મને તમારા પૈસા આપો".'
 
શું કહે છે પટેલ?
 
પટેલે વધુમાં જણાવ્યું કે, 'મેં જ પૈસા આપવાની ના પાડી હતી, મેં જ કહ્યું હતું કે, ના, તમને પૈસા તો નહીં જ મળે. બાદમાં હું ફ્લોર પર બેસી ગયો અને બટન (દુકાનમાં અલાર્મ) દબાવી દીધું, જ્યારે તેમને ખબર પડી તો તેઓ તરત જ બહારની તરફ દોટ મૂકી હતી. મેં વિચાર્યું કે, આ મારી આજીવિકા છે, તેથી હું તેમની પાછળ પણ ગયો હતો.' પટેલે જણાવ્યું કે, 'લૂંટારુઓએ બંદૂક બતાવી ત્યારે તેમના મનમાં શું ચાલી રહ્યું હતું તે ખબર નથી. મેં એ પણ નહોતું વિચાર્યું કે તે લોકો મને શૂટ કરશે કે નહીં. પણ મેં પૈસા તો ના જ આપ્યા. આ લૂંટારુઓ બેવકૂફ હતા, તેમની પાસે બધા પ્રકારની છરી પણ હોઈ શકે. એટલા માટે મે તેઓને પકડવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા. તેમાંથી બે તો મારાથી નાના હતા, કદાચ હું તેમનો સામનો કરી શકતો હતો.'
 
1990માં પણ પટેલ સાથે બની ચૂકી છે ઘટના

પટેલ સાથે આ પહેલીવાર નથી કે પટેલે લૂંટારુઓનો પીછો કર્યો, 1990ના દાયકામાં પણ આવી એક ઘટના તેમની સાથે બની હતી. પટેલે ઉમેર્યું કે, 'હું ઝડપી છું અને દરેકને ઝડપથી પકડી લેવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરું છું.' તાજેતરની ઘટના બાદથી પટેલે તેમના ગ્રાહકોએ પ્રશંસા કરી હતી. લોકો તેમને 'પિતા' કહે છે કારણ કે, તે સમુદાયમાં બહુ લોકપ્રિય છે. શેલી હમ્ફ્રીઝે ફેસબુક પર લખ્યું કે, આશા છે કે, લૂંટારુંઓ પકડાઈ જાય, મને વિશ્વાસ નથી થતો કે બીપીને તેમનો સામનો કર્યો, શું શોક હતો.
 
આગળ જૂઓ,  સીસીટીવી કેમેરામાં કેદ થયેલી ઘટનાનો વીડિયો...
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: UK: Brave shopkeeper bipin patel chased armed robbers
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended