Home »NRG »UK» Business Tycoon Ashish Thakkar And Wife Meera Manek Divorce Case

UK: 1.34 Crની સ્પેસ ટિકિટ મામલે અટક્યા ગુજરાતીના છૂટાછેડા

divyabhaskar.com | Feb 06, 2017, 12:43 PM IST

લંડન:મૂળ ગુજરાતી બિઝનેસમેન આશિષ ઠક્કર અને મીરા માણેકના છૂટાછેડાના કેસમાં નવો વળાંક આવ્યો છે. લંડન હાઈકોર્ટની ફેમિલી કોર્ટમાં ચાલી રહેલો આ કેસ 160,000 પાઉન્ડ(આશરે 1 કરોડ 34 લાખ રૂપિયા)ની સ્પેસ ટિકિટ મામલે અટક્યો છે. બિઝનેસમેન આશિષ અને જર્નાલિસ્ટ મીરા માણેકના લગ્નજીવનનો વર્ષ 2013માં આવ્યા બાદ ડિવોર્સ સેટેલમેન્ટ અંગે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જો કે આશિષે સ્પેસ જવા વાળી પહેલી કમર્શિયલ ફ્લાઈટની ટિકિટ ખરીદી હોવાથી તેમની પત્નીએ તેમા હિસ્સો માગતા આ કેસ હાલ ઘોંચમાં પડ્યો છે.
 
1.34 કરોડમાં આશિષે ખરીદી હતી ટિકિટ
 
- મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લંડન હાઈકોર્ટની ફેમિલી કોર્ટમાં ડિવોર્સ સેટેલમેન્ટની સુનાવણી દરમ્યાન વર્જિન ગૈલેક્ટિક ફ્લાઈટની સ્પેસ ટિકિટ પર પણ ચર્ચા કરવામાં આવી.
- કોર્ટમાં મીરા દ્વારા જણાવાયુ કે, આ ટિકિટ પણ આશિષની પ્રોપર્ટીનો હિસ્સો છે, જેના આધારે તેમની તમામ પ્રોપર્ટીની તપાસ થવી જોઈએ.
- મીરાની માગ છે કે, ટિકિટને પણ પ્રોપર્ટીનો હિસ્સો માનીને તેમા પણ હિસ્સો આપવો જોઈએ.
- માનવામા આવી રહ્યું છે કે, આશિષને આ ટિકિટ વેચવા માટે દબાણ કરવામાં આવી શકે છે.
- આશિષ સ્પેસ જવા વાળી પહેલી કમર્શિયલ ફ્લાઈટની ટિકિટ 1.34 કરોડમાં ખરીદનારા થોડો લોકોમાનો એક છે.
- ઉલ્લેખનીય છે કે, વર્જિનના માલિક ચિચર્ડ બ્રેન્સને સ્પેસમાં પહેલી કમર્શિયલ ફ્લાઈટ મોકલવાનું એલાન કર્યું હતું.

ટિકિટની રકમ પરત લઈ શકે છે આશિષ

- જો કે, પહેલી ફ્લાઈટની ટેસ્ટિગમાં થઈ રહેલા વિલંબના કારણ હજુ સુધી ઉડાન નથી ભરી, આવામાં આશિષ પોતાની ટિકિટની રકમ પરત લઈ શકે છે.
- હવે સોમવારથી શરૂ થનારી પાંચ દિવસની સુનાવણી દરમ્યાન આશિષની પ્રોપર્ટી નક્કી કરવામાં આવશે, ત્યાર બાદ મીરાને કેટલો હિસ્સો મળશે તે નક્કી કરવામાં આવશે.
- આશિષને દાવો કર્યો છે કે, તેમની પાસે માત્ર 445,532 પાઉન્ડ(આશરે 3 કરોડ 73 લાખ રૂપિયા)ની પ્રોપર્ટી છે.
- બીજી તરફ મીરાનો આરોપ છે કે, આશિષ અબજોપતિ છે અને પોતાની પ્રોપર્ટી છુપાઈ રહ્યો છે, જેથી હિસ્સો આપવાથી બચી શકે.
 
આગળ વાંચો કોણ છે આશિષ ઠક્કર, કેવી રીતે બન્યો બિઝનેસમેન....
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Business Tycoon Ashish Thakkar And Wife Meera Manek divorce Case
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended