Home »NRG »UK» London: Artist Hetain Patel Turns Old Ford Into Transformer

લંડનમાં ગુજરાતીની કમાલ, ખટારા કારને આ રીતે બનાવી હતી રિયલ ટ્રાન્સફોર્મર

divyabhaskar.com | Feb 21, 2017, 17:50 PM IST

  • છ મહિનાની જહેમત બાદ ટ્રાન્સફોર્મર તૈયાર થયું હતું
લંડનઃઅબજોની કમાણી કરનાર હોલિવૂડની ફિલ્મ ટ્રાન્સફોર્મર્સ જેણે જોઇ હશે, તેને ફિલ્મમાં આવતા નીતનવા ગેજેટ અંગે ખબર જ હશે. સુપરપાવર ફાઇટર રોબોટ બનવાની પ્રક્રિયા એટલે ટ્રાન્સફોર્મિંગ. આ કોન્સેપ્ટ યુકેમાં રહેતા હિતૈન પટેલને એટલો બધો પસંદ આવ્યો કે, તેણે ટ્રાન્સફોર્મર ફિલ્મ જેવું અનોખું કરવાનું નક્કી કર્યું હતું. તેણે પિતાની મદદ લઈને 6 મહિનામાં રિયલ ટ્રાન્સફોર્મર બનાવી પણ દીધું હતું. હિતૈન એક આર્ટિસ્ટ છે અને તે મિમકરી માટે ખાસ જાણીતો છે. 
 
શું છે ફિલ્મમાં?

- ફિલ્મમાં ખાસ કાર અને ટ્રક્સ પરગ્રહમાંથી પૃથ્વી પર આવે છે. 
- આ કાર અને ટ્રક ખાસ પ્રકારના પાવર ધરાવે છે જેને જ્યારે આપત્તિ આવે ત્યારે કાર અને ટ્રક સુપરપાવર રોબોટમાં કન્વર્ટ થઇ જાય છે.
- આ ફિલ્મે અત્યાર સુધી અબજોની કમાણી કરી લીધી છે.
કોણ છે હિતૈન પટેલ?

- 42 વર્ષીય હિતૈન પટેલ એક ક્રિએટિવ આર્ટિસ્ટ છે
- હિતૈન વિવિધ કોન્સેપ્ટ બેઝ્ડ ફોટોગ્રાફી, બોડી આર્ટ વર્ક, ડ્રામા જેવા વૈવિધ્યભર્યા ફિલ્ડ્સમાં સુપેરે કામ કરે છે. 
- સ્ટિવન સ્પીલબર્ગે પ્રોડ્યૂસ કરેલી ટ્રાન્સફોર્મર ફિલ્મે આ ક્રિયેટિવ આર્ટિસ્ટ ફરીથી કંઇક અનોખું કરવા પ્રેરિત કર્યો હતો. 
- લગભગ 6 મહિનાની સખત મહેનત બાદ તે તેની ખટારા કારને ટકાટક ટ્રાન્સફોર્મરનું સ્વરૂપ આપ્યું હતું. 
- હાલમાં હિતૈનના ટ્રાન્સફોર્મર પ્રોજેક્ટને ફ્રાન્સની એક ગેલેરીમાં ડિસ્પ્લેમાં મૂકવામાં આવ્યો છે. 
 
ટ્રાન્સફોર્મર્સ ફિલ્મમાં દર્શાવવામાં આવેલા ફેન્ટસી ગેજેટ તૈયાર કરવા માટે પટેલ આર્ટિસ્ટે શું કર્યું જાણવા માટે સ્લાઇડ બદલતા રહો....
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: London: Artist Hetain Patel Turns Old Ford Into Transformer
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended