Home »NRG »UK» Ahmedabad Area Girl Marriage With Chinese Boy At Ahmedabad

ચાઈનીઝ છોકરાએ ચોરી લીધું અમદાવાદી છોકરીનું દીલ, કર્યા પ્રેમલગ્ન

divyabhaskar.com | Dec 24, 2016, 13:20 PM IST

અમદાવાદ:સાત સમુંદર પાર બે પ્રેમી મળ્યા હોવાના અનેક ઉદાહરણ છે. વિદેશી યુવતીઓ હાઈફાઈ જીવનશૈલી છોડીને ભારતીય અને ગુજરાતી છોકરા સાથે લગ્ન કરીને સંસાર શરૂ કર્યો હોવાના પણ દાખલા છે. એવામાં અમદાવાદની યુવતીનું વધુ એક નામ સામેલ થયું છે. અમદાવાદમાં રહેતી પલ્લવી ગૌતમ અને ચાઈનીઝ યુવાન મા હાઈ ગોઉ(માહી) બે વર્ષના રિલેશન બાદ પરિવારની સંમતિથી અમદાવાદમાં હિન્દુ બુદ્ધિઝમ રીત-રિવાજથી લગ્નગ્રંથીએ જોડાયા છે.
 
કેવી રીતે થયો પ્રેમ

- પલ્લવી ગૌતમ અમદાવાદના રાયખડ વિસ્તારમાં રહે છે.
- બુદ્ધિઝમમાં માનતી પલ્લવીએ ‘બુદ્ધિઝમ એન્ડ ચાઈનીઝ લેન્ગવેજ’માં બૌધગયાથી સ્ટડી કરીને ભારતમાં વિવિધ જગ્યાએ ઈન્ટરપ્રિટેશનનું કામ કર્યું છે.
- એક પ્રોજેક્ટ માટે ચેન્નાઈ ગયેલી પલ્લવીની મોબાઈલ કંપનીમાં ક્વોલીટી એન્જિનિયર તરીકે કામ કરતા ચાઈનીઝ યુવાન મા હાઉ ગોઉ સાથે મુલાકાત થઈ.
- મુલાકાત બાદ એક-બીજા પ્રત્યે વધુને વધુ જાણવાની ઈચ્છાથી તેઓ નજીક આવ્યા.
- મા હાઉ ગોઉને ચાઈનીઝ હોવા છતા ભારતીય સંસ્કૃતિ પ્રત્યે વધુ લાગણી હોવાથી તેમણે ઈન્ડિયમાં નોકરી સ્વિકારી હતી.
- જ્યારે પલ્લવીને પણ ચાઈનાની સંસ્કૃતિ અને લોકો પ્રત્યે લાગણી હોવાથી બંન્નેએ બે વર્ષના સંબંધ બાદ લગ્ન માટે પરિવારની પરવાનગી લીધી.
 
ભારતીય બુદ્ધિઝમ રીત-રીવાજથી કર્યાં લગ્ન

- બે વર્ષના સંબંધ બાદ પરિવારની પરવાનગીથી અમદાવાદમાં બુદ્ધિઝમ રીત-રીવાજથી લગ્ન કર્યાં.
- પલ્લવી અને પરિવારના લોકોએ મા હાઉ ગોઉનું ઈન્ડિયન નામ ‘માહી’ રાખ્યું છે.
- ચાઈનીઝ સંસ્કૃતિ માં રસ ધરાવતી પલ્લવી ચાઈનીઝ ભાષા શીખીને પાંચેક વાર ચાઈનાની મુલાકાત પણ લઈ ચુકી છે.
- જ્યારે ભારતીય કલ્ચર પ્રત્યે આકર્ષિત મા હાઉ ગોઉએ પણ આ રીલેશન દરમ્યાન થોડું થોડું ગુજરાતી શીખી લીધું છે.
 
 
આગળ જુઓ પલ્લવી અને માહીની વધુ તસવીરો....
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ahmedabad Area Girl Marriage With Chinese Boy at Ahmedabad
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended