Home »NRG »UK» Abused Indian Woman Killed Herself After Being Let Down By Police

UK: પ્રેમીના શારીરિક શોષણથી ત્રસ્ત ભારતીય મૂળની યુવતીનો આપઘાત

divyabhaskar.com | May 09, 2017, 23:49 PM IST

  • મીરા દલાલ
લીસેસ્ટરશાયર (યુકે):એક યુવતી જેણે તેના પૂર્વ પ્રેમીના ઘણા વર્ષો સુધી શોષણ કર્યા બાદ સુસાઈડ કરી લીધું હતું. યુવતીને પોલીસે નિરાશ કરી હોવાનો પરિવારે દાવો માંડ્યો છે. એક ખાનગી હોસ્પિટલમાં સંપર્ક અધિકારી રહેલી મીરાનો મૃતદેહ ગત વર્ષે ફેબ્રુઆરીમાં લીસેસ્ટરના ગ્રામીણ વિસ્તારમાંથી તેના માતા-પિતાના ઘરેથી મળી આવ્યો હતો. લોઘબરો કોરોનરની અદાલતમાં અપમૃત્યુ તપાસમાં તારણ કાઢ્યું હતું કે, તેનું મૃત્યુ આત્મહત્યા હતી.
 
પ્રેમીએ ફરિયાદને પાછી લેવા પાડી હતી ફરજ

25 વર્ષીય મીરા દલાલ 9 વર્ષથી માનસિક અને શારીરિક શોષણનો ભોગ બનેલી હતી. એક સમયે તો તેને હોસ્પિટલમાં સારવારની પણ જરૂર હતી. તેણે એક પૂછપરછમાં જણાવ્યું હતું. પોલીસ ફરિયાદ કરી હોવા છતા, એ વ્યક્તિને તપાસમાં સામેલ કરવામાં આવ્યો નહોતો, તેના પર ક્યારેય કોઈ પણ અપરાધનો આરોપ લગાવવામાં આવ્યો નથી. મીરા દલાલના પરિવારે પોલીસમાં ફરિયાદ કરી હતી, જેમાં પરિવારે તેણીના કેસના સંચાલનમાં નિષ્ફળતા મળી હોવાનો આક્ષેપ કર્યો છે. મીરાના પિતા 55 વર્ષીય દક્ષ દલાલે કહ્યું કે, 'તેમની પુત્રીએ પોલીસ ફરિયાદ કરી હતી, પરંતુ તેના પ્રેમી દ્વારા ફરિયાદને પાછી ખેંચી લેવાની ફરજ પાડી હતી.'
 
તેના આત્મહત્યા કરવાના વિચારને ન લીધો ગંભીરતાથી

શુક્રવારે તપાસ દરમિયાન જીપીના એક રિપોર્ટમાં જાણ થઈ કે, 'ઘરેલૂ હિંસાના પરિણામસ્વરૂપે તે એક વખત હોસ્પિટલ ગઈ હતી.' મીરા દલાલે જીપીને પણ કહ્યું હતું કે, 'તેને ક્યારેક ક્યારેક આત્મહત્યા કરવાના વિચારો આવે છે, પરંતુ તેઓ મીરાને ગંભીરતાથી નહોતા લઈ રહ્યા.' કેરોલિન હોલ, આસિસ્ટન્ટ કોરોનર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 'તેને એક ચિકિત્સકે જોઈ હતી અને તેણે જણાવ્યું કે તેણે તાજેતરમાં જ તેના પ્રેમ સંબંધને પૂર્ણ કરી દીધો છે, આ દરમિયાન તેને ઈમોશનલ અને શારીરિક શોષણનો સામનો કરવો પડ્યો હતો.'
 
આગળ વાંચોઃ ઘટનાની વધુ વિગતો...
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Abused Indian woman killed herself after being let down by police
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended