Home »NRG »UK» About Sai Ram Villa Asian Indian Care Homes In Harrow London

UKના વૃદ્ધો માટે ગુજરાતીનું કેર હોમ, 5 સ્ટાર હોટલને ટક્કર આપે એવી સુવિધા

divyabhaskar.com | May 16, 2017, 18:16 PM IST

  • ગુજરાતી મૂળના સંદિપ રૂપારેલિયાની સંસ્થા Angel Care PLC અને MNS Care PLC હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે સાઈ રામ વિલા
યુકેઃસામાન્ય રીતે કેર હોમ વૃદ્ધ, અસમર્થ, શીખવાની અસમર્થતા ધરાવતા, લાંબા અથવા ટૂંકા સમયની આરોગ્યની બીમારીઓ ધરાવતા અથવા વ્યસની જેવા અનેક લોકો માટે રહેવાની સુવિધા પૂરી પાડે છે, જ્યારે કેટલાક કેર હોમ્સ નર્સિંગની સંભાળ પણ પૂરી પાડે છે. અહીંયા અમે એક એવા કેર હોમની વાત કરી રહ્યા છીએ જે કોઈ ફાઈવ સ્ટાર હોટલથી કમ નથી, ઉપરાંત તેને અદ્યતન અને ખાસ હેતુથી નિર્માણ કરવામાં આવ્યું છે. ગુજરાતી મૂળના સંદિપ રૂપારેલિયાની સંસ્થા Angel Care PLC અને MNS Care PLC  હેઠળ તૈયાર કરવામાં આવેલું આ કેર હોમનું નામ છે સાઈ રામ વિલા. સાઈ રામ વિલા કોઈ વૃદ્ધાશ્રમ નથી પરંતુ માવજત કેન્દ્ર છે, અહીંયા રહેવા આવતા દરેક લોકોને ફાઈવ સ્ટાર હોટલને પણ ટક્કર આપે એવી સવલતો પૂરી પાડવામાં આવે છે.
 
શા માટે પહેલી પસંદ છે સાઈ રામ વિલા?

સાઈ રામ વિલા એક અદ્યતન અને ખાસ હેતુથી નિર્માણ પામેલું કેર હોમ છે, જેને જૂન 2016માં હેરોના કેન્દ્રમાં ખુલ્લુ મૂકવામાં આવ્યું છે, જે મિડલસેક્સના કાઉન્ટીમાં લોકલ સવલતો તથા શોપિંગ, સોશિયલ એક્ટિવિટી તેમજ કોફી શોપ્સ સહિતની સુવિધાઓ પૂરી પાડે છે. અહીંયા જેમને નર્સિંગ કેરની જરૂરિયાત છે તેમની સંભાળ લેવાની બધી જ સર્વિસ પૂરી પાડવામાં આવે છે. અલ્ઝાઇમર અને ઉન્માદ જેવી માનસિક બીમારીઓથી પીડાતા હોય અથવા જેમને જીવનના અંતિમ સમયમાં સંભાળની જરૂરિયાત હોય તેવા સ્થાનિક સમુદાયના લોકો માટે આ ઘર શ્રેષ્ઠ ઓપ્શન છે, ઉપરાંત આ હોમ સંપૂર્ણ શાકાહારી પણ છે. 
 
યુકેમાં ગુજરાતી ચલાવે છે 8 કેર હોમ્સ

સંદીપ રૂપારેલિયાની સંસ્થા Angel Care PLC અને MNS Care PLC છેલ્લા 30 વર્ષથી આ ક્ષેત્રમાં કામ કરી રહી છે. તેઓ સમગ્ર યુકેમાં 8 કેર હોમ્સ ચલાવે છે. સાઈ રામ વિલા પાસે પોતાની એક મિનિ બસ છે, જે અહીંયા રહેતા લોકોને બહાર લાવવા લઈ જવા માટેની સુવિધા પૂરી પાડ છે. આ બસ દ્વારા હોમમાં રહેતા લોકોને ધાર્મિક સ્થળો, મ્યુઝિયમ્સ તથા બ્રિટનના વિવિધ ગાર્ડન્સમાં લઈ જવામાં આવે છે અને વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડે છે, જેની લોકો ખૂબ જ મજા માણે છે. 
 
આગળ વાંચોઃ લક્ઝરી સુવિધા ધરાવતા રૂમ્સમાં કેવી છે સુવિધા, અન્ય રસપ્રદ માહિતી...
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: About sai ram villa Asian Indian care homes in harrow London
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended