Home »NRG »UK» 15 Th Diwali Festival Celebrate At London Trafalgar Square

UKમાં દિવાળી ફેસ્ટિવલનું ધમાકેદાર સેલિબ્રેશન, જોવા ઉમટ્યું London

Suryakant Jadva | Nov 28, 2016, 15:23 PM IST

  • દિવાળી ફેસ્ટિવલમાં લોકોએ ટ્રેડિશનલ ગરબાની મજા માણી હતી
લંડન(સુર્યકાંત જાદવા દ્વારા): લંડન મેયર સાદ્દીક ખાને રવિવાર 15માં દિવાળી સેલિબ્રેશનની શરૂઆત કરાવી. લંડનનાં ટ્રેફલગર સ્ક્વેર ખાતે શરૂ થયેલા દિવાળી સેલિબ્રેશનમાં કલરફુલ અને વાયબ્રન્ટ મિક્સ મ્યૂઝિક, ડાન્સ અને લાઈવ પરફોર્મન્સ ઉપરાંત ફૂડ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં યોજાયેલા દિવાળી ફેસ્ટિવલમાં વરસાદ થોડા સમય માટે વિઘ્ન બન્યો હતો, જો કે લોકોના ઉત્સાહના કારણે સેલિબ્રેશન બંધ કરવામાં આવ્યું ન હતું.

લંડનમાં રહેતા તમામ લોકો ઉપરાંત પ્રવાસીઓને આ સેલિબ્રેશનમાં આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જેમાં લોકો પરિવાર સાથે મ્યૂઝિક, ડાન્સ, સ્વાદિષ્ઠ ફૂડ અને ડ્રીન્ક ઉપરાંત વિવિધ પ્રકારની એક્ટિવિટીની મજા માણી રહ્યાં છે. લંડનમાં આયોજન કરાયેલ ફ્રી ‘ફેસ્ટિવલ ઓફ લાઈટ્સ’ ઈવેન્ટમાં હિન્દુ, શિખ અને જૈન ઉપરાંત અનેક દેશના લોકો ભાગ લઈ રહ્યાં છે. લંડન મેયરના અધ્યક્ષતામાં આયોજન થયેલા કાર્યક્રમમાં લેબારા મોબાઈલ, જેટ એરવેઝ અને ઈનક્રેડિબલ ભારત પાર્ટનર તરીકે જોડાયા છે.

લંડન મેયર સાદ્દીક ખાને સ્પેશિયલ દિવાળી લાઈટીંગ લેમ્પ દ્વારા આ ઈવેન્ટને ખુલ્લી મુકી હતી. જેમાં બિઝનેસ ડેપ્યુટી મેયર રાજેશ અગ્રવાલ પણ જોડાયા હતા. દિવાળી સેલિબ્રેશનના કાર્યક્રમમાં બાળકોના પરફોર્મન્સ પહેલા મનોરંજક બપોરે તમામે જુદા જુદા ટ્રેડિશનલ ગરબાની મજા માણી હતી. આ ઉપરાંત જમ્મુ કાશ્મીરના પ્રવાસી ડાન્સરોએ પરંપરાગત મ્યૂઝિક પર પરફોર્મન્સ આપ્યું હતું.

લંડનના દિવાળી સેલિબ્રેશનમાં ભારતીય સ્ટ્રીટ ફૂડ માર્કેટમાં લોકોએ જુદા જુદા પ્રકારની સ્વાદિષ્ઠ વેઝિટેરીયન વાનગી, નોન આલ્કોહોલિક ડ્રીન્કની મજા માણી હતી. ભારતીય જ્વેલરી, મસાલા, રંગોળી અને આયુર્વેદિક ઉત્પાદનો સહિતનો પુષ્કળ સ્ટોક વેચાયો હતો.  ખાણીપીણી જલસા ઉપરાંત અહીં બોલિવૂડ ડાન્સ ક્લાસ, યોગા અને મેડીટેશન સેશન, હેલ્થ ટીપ્સ વગેરે પણ આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો માટે વિવિધ પ્રકારની એક્ટિવીટી ઉપરાંત સ્ટોરી ટેલિંગ સેશન, ગેમ્સ અને આર્ટ-ક્રાફ્ટ જેવા આયોજન કરવામાં આવ્યા હતા.
 
આગળ જુઓ લંડનના દિવાળી ફેસ્ટવલની વધુ તસવીરો અને વીડિયો....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 15 th Diwali Festival celebrate at london Trafalgar Square
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext