Home »NRG »New Zealand» West Auckland Indians Plan Grand Diwali Fare By Wia

NZ: ઓકલેન્ડમાં ભારતીયો માટે યોજાશે ભવ્ય દિવાળી મેળો, થશે વિવિધ કાર્યક્રમો

divyabhaskar.com | Sep 30, 2016, 15:37 PM IST

  • દિવળી મેળો 11 વાગ્યે શરૂ થશે અને 10 વાગ્યે આતશબાજી સાથે પૂર્ણાહુતિ થશે.
ઓકલેન્ડઃ23 ઓક્ટોબર, 2016ના રોજ ટ્રસ્ટ સ્ટેડિયમની બહાર તે પૈ નેટબોલ ખાતે આ વર્ષે દિવાળીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. દિવળી મેળાની 11 વાગ્યે શરૂ થશે અને 10 વાગ્યે આતશબાજી સાથે પૂર્ણાહુતિ થશે. વાઇટાકેરેનાં ઇન્ડિયન એસોસિયેશન(WIA) દ્વારા આ સાર્વજનિક સમારોહ આયોજન 2000થી કરવામાં આવે છે. WIAનો પ્રથમ કાર્યક્રમ  હેંડરસનમાં કાર્બન આર્ટ્સ સેન્ટરમાં થયો હતો. ત્યારથી આ પરંપરા દર વર્ષે વધુમાં વધુ લોકોને આકર્ષિત કરે છે. દર વર્ષે 10 હજાથી વધુ મુલાકાતીઓ આ સમારોહમાં આવે છે.
 
આ છે સમારોહનો મુખ્ય હેતુ

WIA દિવાળી મેળો એક અત્યંત લોકપ્રિય ઈવેન્ટ છે, જે ઓકલેન્ડની આસપાસ એક સાથે ભારતીય મૂળના લોકોને માત્ર નહીં પરંતુ અન્ય જાતીઓના રહેવાસીઓને એકઠા કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. આટલા વર્ષોમાં અમે ન્યુ ઝિલેન્ડમાં રહેતા અન્ય શહેરોના લોકોનું પણ સ્વાગત કર્યું છે. આ ઘટનાને વિદેશોમાં રહેતા ભારતીયો અને ઓકલેન્ડના અન્ય લોકો વચ્ચે મિત્રતા અને સાર્થક સેતુ બનવાના હેતુથી જોવામાં આવે છે.
 
સમારોહમાં થાય છે વિવિધ કાર્યક્રમો
રામલીલા
અમારી દિવાળી મહોત્સવનું મુખ્ય આકર્ષમાંથી એક છે મંચ પર યોજાતુ રામલીલાનું નાટક. આ દિવસે ભગવાન રામ લંકાના રાજા રાવણનું વધ કરે છે અને વિજય મેળવે છે. લંકા પર વિજય મેળવીને ભગવાન રામ તેમની પત્ની સીતાને રાવણની કેદમાંથી છોડાવી લે છે અને 14 વર્ષનો વનવાસ પૂર્ણ કર્યા બાદ પરત આયોધ્યા ફરે છે. આ નૃત્યમાં ઘણા બાળકો ભાગ પણ લેતા હોય છે. આ વર્ષે, અમે દિવાળી મેળામાં દર્શકોનાં મનોરંજન કરવા માટે આયોધ્યાથી રામ લીલા ગ્રુપને લાવવામાં આવ્યું છે. તેઓ ઉત્તર પ્રદેશના રહેવાસી છે. આ ગ્રુપે વિશ્વભરમાં પ્રદર્શન કર્યું છે. તેઓએ આ પહેલા ઓસ્ટ્રેલિયામાં પ્રદર્શન કર્યું છે. ન્યુ ઝિલેન્ડમાં કાર્યક્રમ બાદ તેઓ ફિઝીની યાત્રા કરવાના છે.
 
ઉપરાંત આ પણ...

WIA દ્વારા રામ લાલા ઉપરાંત દિવળી મેળામાં શાસ્ત્રીય અને હિન્દી ફિલ્મ સંગીત અને ડાન્સ, ફુડ સ્ટોલ અને વેપારના સ્ટોલનું પણ આયોજન કરાશે. WIA હેન્ડરસન-મૈસી અને વ્હોઉ લોકલ બ્રાન્ડ્સ, રેડિયો તરાના, લાઈસેન્સિંગ ટ્રસ્ટ, ટ્રાવેલ પોઈન્ટ, ટ્યૂલિપ ફાઈનાન્શિયલ સર્વિસ અને ફ્રેશ ચોઈશ ગ્લેન ઈડનના સમર્થનના વખાણ કરે છે. આ ઈવેન્ટ આખા પરિવાર માટે મનોરંજક છે, સાડી ડ્રેસિંગની સ્પેશિયલ એક્ટિવિટી, બોલિવૂડ ડાન્સ ક્લાસીસ, રંગોળી અને બાળકોનાં રમતગમતની જગ્યાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. ભારતીયો અને વ્યાપર સમુદાયો તરફથી ભારે સમર્થનથી પ્રેરિત થઈને WIAએ ઈવેન્ટમાં સાધન-સામગ્રી તથા વ્યવસ્થાઓમાં વધારો કરવામાં વિચાર કરવામાં આવી રહ્યો છે.
(New Zealand Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: West Auckland Indians plan Grand Diwali Fare by wia
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended