Home »NRG »New Zealand» NZ: Vimal Patel Make Self-Lacing Shoe One Ups Those Self-Lacing Nikes

ગુજરાતીએ Nikeને આપી ટક્કર, 47 હજારની સામે બનાવ્યા સસ્તા સેલ્ફ લેસિંગ શૂઝ

divyabhaskar.com | Feb 28, 2017, 11:50 AM IST

  • વિમલ પટેલે બનાવેલા શૂઝ
એનઆરજીડેસ્કઃફિલ્મોમાં આપણે ઘણી વખત રોબોટ, ઉડતી કારો વગેરે જેવી ઘટનાઓ જોઈ છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે. પરંતુ ક્યારેક તમારી આપે એવી કોઈ વસ્તું આવી જાય જે તમે સપનામાં પણ ન વિચાર્યું હોય, બસ કંઈક આવી જ શોધ કરી છે ન્યુઝિલેન્ડના ગુજરાતીએ. ગત વર્ષે સ્પોર્ટ્સ વિયર બ્રાન્ડ નાઈકે સેલ્ફ-લેસિંગ શૂઝ લોન્ચ કર્યા હતા. જેની કિંમત 700 ડોલર(47000 હજાર રૂપિયા) રાખવામાં આવી હતી. પણ નાઈક જેવી બ્રાન્ડને ટક્કર આપવા માટે ગુજરાતીએ એવી શોધ કરી છે જે કદાચ આપણે સપનામાં પણ ન વિચારી હોય. 
 
શા માટે બનાવ્યા સેલ્ફ લેસિંગ શૂઝ? 

- ન્યુઝિલેન્ડના lego groupના ઈન્ડસ્ટ્રિયલ ડિઝાઈનર વિમલ પટેલે એવા ડિવાઈસની શોધ કરી છે જેનાથી શૂઝની લેસ ઓટોમેટિક બંધાઈ જાય છે. 
- આ અગાઉ નાઈકે માર્ચ 2016માં ન્યુયોર્કમાં આવા સેન્સરવાળા શૂઝ(HyperAdapt 1.0) માર્કેટમાં લોન્ચ કર્યા હતા
- વિમલ પટેલે સાબિત કરી દીધું છે કે, એક નાના એવા પ્રયોગથી ઓછા ખર્ચામાં પણ આવા શૂઝ બનાવી શકાય છે. 
- જે લોકો આ પ્રકારના શૂઝ પહેરવા માંગતા હોય તેઓને 47000ના નાઈકના શૂઝ લેવાની જરૂર નથી.
 
આ રીતે તૈયાર કરવામાં આવ્યા છે શૂઝ
 
- વિમલ પટેલે ખુલાસો કર્યો છે કે, શૂઝની આજુબાજુ આ ડિવાસઈ ડ્રિમલ અને થોડી ગરમ ગુંદરથી ચોંટવામાં આવે છે. 
- આ ડિવાઈસને કનેક્શન પોઈન્ટ પર ફિક્સ કરવામાં આવે છે. 
- આ ડિવાઈસમાં લગાવવામાં આવેલી મોટર લેસને ટાઈટ બાંધી દે છે. 
- હા તેનો શૂઝનો વજન થોડોક વધી જશે પણ લાગે છે લોકોમાં વિશ્વાસ વધશે અને શૂઝની નાની એવી કિંમત ચૂકવીને પણ શૂઝ ખરીદશે.
 
શું કહે છે વિમલ પટેલ?

આ અન્ય સામગ્રીઓ સાથે LEGOનો સંયુક્તમાં ઝડપી પ્રયોગ હતો. શૂઝ પર પ્રયોગ કરવા માટે, LEGO કનેક્શન પોઇન્ટ ફિક્સ કરવા માટે મેં એક ડ્રિમલ અને ગરમ ગુંદરનો કર્યો છે. હવે અમે વિવિધ ડિઝાઇન સાથે તેનો પ્રયોગ કરવાના છીએ. જો કે આ એક અમારી કાર્યક્ષમતા ચકાસવા માટેનો પ્રયોગ હતો. અમે જોયું કે તે સારી રીકે વર્ક કરી રહ્યું છે, પરંતુ અમને ખાતરી છે કે ભવિષ્યમાં અમે આનાથી પણ વધુ સારા પ્રયાસો કરીશું.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ, શૂઝની વધુ તસવીરો...
(New Zealand Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: NZ: Vimal patel make self-lacing shoe one ups those self-lacing Nikes
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended