Home »NRG »New Zealand» New Zealand Gujarati Community Celebration Of Navaratri

NZમાં ગુજ્જુ ગર્લ્સે બોલાવી રાસની રમઝટ, લોકલ સાંસદ પણ ગરબે ઘૂમી થયા મંત્રમુગ્ધ

Dharmik Desai, new zealand | Oct 09, 2016, 17:16 PM IST

હેમિલ્ટન(ધાર્મિક દેસાઈ દ્વારા):ન્યુ ઝિલેન્ડમાં નવરાત્રિની ખેલૈયાઓએ ધામધૂમથી ઉજવણી કરી.  9 દિવસના માં અંબાની નવરાત્રિ ન્યુ ઝિલેન્ડના અલગ અલગ શહેરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. હેમિલ્ટન શહેરમાં ખેલૈયાઓમાં ખાસ્સો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે પહેલી વખત હેમિલ્ટન શહેરમાં બે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખેલૈયાઓનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. એક નવરાત્રિ ગુજરાતી પરિવાર વૈકેટો દ્વારા અને બીજી નવરાત્રી વૈકેટો ઇન્ડિયન એસોસિએશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતીઓ ધૂમ મચાવી.
 
ગુજરાતી પરિવાર વૈકેટો દ્વારા આયોજિત નવરાત્રિમાં પહેલીવાર ડેવિડ બેનેટ કે જે લોકલ MP અને member of Foreign Affairs, Defence and Trade છે, તેમને પણ હાજરી આપીને ગુજરાતી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો અને સાથે સાથે ડેવિડ પણ ગરબામાં જોડાયા હતા. મોડે સુધી રોકાયેલા ડેવિડ બેનેટે ગરબા, 3 તાલિ અને ભાંગડામાં પણ મન મૂકીને ઝુમ્યા હતા. ડેવિડ ગુજરાતી cultureથી ઘણા પ્રભાવિત થયા હતા.
 
વેલિંગ્ટનમાં વેલિંગ્ટન ઇન્ડિયન એસોસિઅનશન દ્વારા તારીખ 1 થી 11 સુધી નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતીઓ ટ્રેડિશનલ કપડાં પેહરીને ઉસ્તાહ ભેર ભાગ લઇ રહ્યા છે.  ઓકલેન્ડમાં ધ ઇન્ડિયન એસોસિએશન દ્વારા મહાત્મા ગાંધી સેંટર માં માં અંબાના ગરબાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાતીઓ સાથે સાથે બીજા ઘણા સમુદાયના લોકોએ ભાગ લીધો હતો. 
 
રાસ ગરબાની વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: New Zealand gujarati community celebration of navaratri
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext