Home »NRG »New Zealand» New Zealand Cops Dance To Bollywood Beats For A Diwali Celebration

ગુજરાતીઓએ કર્યું દિવાળી સેલિબ્રેશન: New Zealandમાં પોલીસ બની ‘પાંડેજી’

Dharmik Desai, New Zealand | Oct 30, 2016, 14:21 PM IST

ન્યુઝિલેન્ડથી ધાર્મિક દેસાઈ દ્વારા:ન્યુઝિલેન્ડના સાઉથ ભાગમાં આવેલા Christchurch શહેરમાં હોર્નકેસ્ટલ એરેનામાં તરીકે ઇન્ડિયન સોશ્યિલ એન્ડ કલ્ચર ક્લબ દ્વારા દિવાળી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલમાં લગભગ 15,000 ગુજરાતીઓ સહિત ભારતીઓ સાથે ન્યુઝિલેન્ડના ગોરાઓ પણ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં અલગ અલગ ભારતીય ફૂડના સ્ટોલ, ભારતીય કલ્ચર સાથે જોડાયેલા એક્ટિવીટીના પણ સ્ટોલ જોવા મળ્યા હતાં. જેમાં નાના ભૂલકાઓથી માંડીને મોટા વડીલોએ ભાગ લીધો હતો. આ એકટીવીટી સ્ટોલ લગવાનો હેતુ એ પણ હતો કે ન્યુઝિલેન્ડના લોકોને ગુજરાતી કલ્ચર વિશે માહિતી આપવાનો હતો. જેમાં ભારતીય ડાન્સ, મ્યુઝિક, ફૂડ અને કપડાં પર વધારે ભાર મુકવામાં આવ્યો હતો.

આ એક દિવાળી ફેસ્ટિવલનો નજારો હતો. જ્યારે બીજો નજારો કોઈ બોલિવૂડ એવોર્ડ્સ નાઈટથી કમ નહતો. જેમાં સ્ટેજ અને હોલને સજાવવામાં કઈ કસર રાખવામાં નહોતી. સ્ટેજ પર ભારતીય અલગ અલગ કલ્ચરના જેમ ભરત નાટ્યમ, ભાંગડા અને આવા અનેક ડાન્સ કરવામાં આવ્યા હતા. આ બધામાં આકર્ષણનું કેન્દ્ર ન્યુઝિલેન્ડ પોલીસ રહી હતી. જેમને ‘સલમાન ખાન’ના પાંડેજી અને ‘બેબી કો બેસ પસંદ હૈ’ પર ડાન્સ કરી લોકોને સપ્રાઈઝ આપ્યું હતું. અત્યારે ન્યુઝિલેન્ડ પોલીસનો આ ડાન્સ વીડિયો સોશ્યિલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

નોંધનીય છે કે આ કાર્યક્રમની તૈયારી છેલ્લા 4 મહિનાથી કરવામાં આવી રહી હતી અને સ્પોન્સરોનો પણ સારો એવો સપોર્ટ મળી રહ્યો હતો.

તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: New Zealand cops dance to Bollywood beats for a Diwali celebration
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext