Home »NRG »New Zealand» Kiwi Musicians Speak Out In Support Of Aaradhna Statement

NZ: ગુજરાતી સિંગરે એવોર્ડ પરત કરી જીત્યા દિલ, સપોર્ટમાં આખું ન્યુઝિલેન્ડ

divyabhaskar.com | Nov 19, 2016, 15:19 PM IST

ઓકલેન્ડઃગુરવારે ઓકલેન્ડના વેક્ટર અરિના ખાતે VNZMA(Vodafone New Zealand Music Awards)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં ગુજરાતી મૂળની કીવી સિંગરે રંગભેદ અને જાતિવાદના કારણે એવોર્ડ પરત કરી દીધો હોત. આ જોઈને હાજર રહેલા પ્રેક્ષકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. ઉપરાંત આયોજન કરનારાઓએ આ રાત્રીને ઐતિહાસિક હોવાનું જણાવ્યું હતું.
 
આ કારણે થયા આશ્ચર્યચકિત

ગુજરાતી સિંગર આરાધના જયંતિલાલ પટેલે બેસ્ટ હિપહોપ આર્ટિસ્ટ માટે વોડાફોન ન્યુઝિલેન્ડ મ્યૂઝિક એવોર્ડ લેવાનો ઈનકાર કરી દીધો હતો. આ નિર્ણય બાદમાં કીવી મ્યૂઝિક કમ્યુનિટી તેના સમર્થનમાં આવી ગઈ. ગુરુવારે રાત્રે ઓકલેન્ડનાં વેક્ટર અરિના ખાતે આરાધનાએ ત્યારે સહુ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા જ્યારે તેણે પોતાનો તૂઈ એવોર્ડ પરત કર્યો.
 
શું કહ્યું આરાધનાએ?

51માં વોડાફોન મ્યૂઝિક એવોર્ડમાં હાજર 32 વર્ષીય આરાધના પટેલે એવોર્ડ પરત આપવાનું કારણ જણાવતા કહ્યું કે, 'મારા બ્રાઉન ગર્લ સોન્ગમાં ઘણી બધી વાતો કહેવામાં આવી છે, જે જાતિવાદ પર આધારિત છે. જો મેં આ એવોર્ડ સ્વીકાર્યો હોત તો મને લાગત કે મારા ગીતમાં સચ્ચાઈ છે અને પછી તમે મને હિપહોપ આર્ટિસ્ટમાં સ્થાન આપો એ યોગ્ય નથી.' વધુમાં આરાધનાએ જણાવ્યું કે, 'હું સિંગર છુ રેપર નથી. હું હિપહોપ આર્ટિસ્ટ નથી. એટલા માટે અત્યારે જ હું SWIDTને એવોર્ડ પરત કરી રહું છે. પટેલે ઉમેર્યું કે, તે માને છે Onehunga-બેઝનું રેપર્સ ટ્રૂપ ભવિષ્યનું હિપહોપ છે.'
 
થયા ભરપૂર વખાણ, છવાઈ ટ્વિટર પર
 
આટલું બોલ્યા બાદ હાજર કીવી પ્રેક્ષકોએ તેને વધાવી લીધી હતી. બાદમાં કીવી મ્યુઝિસિયન્સ અને ફેન્સે આરાધનાના ભરપૂર વખાણ ટ્વિટર હેન્ડલ પર શેર કર્યા હતા. તમામ લોકો આરાધના સાથે સહમત થયા હતા. એવોર્ડ સેરેમની બાદ SWIDTએ ટ્વિટ કરી આભાર માન્યો હતો અને ફોલોઅર્સને જણાવ્યું હતું કે, 'ગઈ રાત એક ઐતિહાસિક રાત્રી હતી. આભાર. ક્વીન આરાધના પટેલનો અવાજ, ભાષણ એકદમ શાંત અને પાવરફુલ હતું.'
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ, આરાધના પટેલની વધુ તસવીરો...
(New Zealand Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Kiwi musicians speak out in support of Aaradhna statement
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended