Home »NRG »New Zealand» Indian Government Will Help To NRIs Who Deposit Currency Abroad

500-1000 નોટના નિર્ણયથી NRIs ખુશ, UKમાં ભારતીય બેંકમાં નોટ બદલી અપાશે

Dharmik Desai | Nov 11, 2016, 16:58 PM IST

ન્યૂઝીલેન્ડ(ધાર્મિક દેસાઈ દ્વારા): તારીખ 8 નવેમ્બરના રોજ દેશને નામ સંદેશો આપતી વખતે નરેન્દ્ર મોદીએ ભારતમાં 500 અને 1000ના દરની ચલણી નોટ પર રોક લગાવી દેતા સમગ્ર દેશમાં ભાગદોડ મચી જવા પામી હતી. એવી જ રીતે વિદેશમાં વસતા ભારતીયો અને ગુજરાતીઓમાં પણ આ મુદ્દે લાંબી ચર્ચા ચાલી હતી. વિદેશમાં વસતા ગુજરાતીઓમાં આ નિર્ણયથી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તો બીજી તરફ કાળા નાણાને દામવા માટે ભારત સરકારના આ નિર્ણયની વિદેશી મીડિયામાં પણ સરાહના કરવામાં આવી રહી છે. યુકેમાં ભારતીયો પાસે રહેલી 500 અને 1000ની નોટો વિદેશની ભારતીય બેંકમાં જમા કરવામાં ભારત સરકાર મદદ કરશે.

500 અને 1000ની ચલણી નોટ માટે લેવાયેલા આ નિર્ણયથી ઘણા એનઆરઆઈમાં મુંઝવણ પણ જોવા મળી હતી. એનઆરઆઈ પાસે રહેલી 500-1000ની નોટ અંગે બેંક ઓફ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડના મેનેજર સાથે વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી અહીં કોઈ ગાઈડ લાઈન આપવામાં આવી નથી. જ્યારે બીજી તરફ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં ઘણા એનઆરઆઈ આગેવાનો સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, અહીં વસતા ભારતીયોએ ‘થોભો અને રાહ જુઓ’ની નીતિ અપનાવી છે, અને અમને ભારત સરકાર સરકાર પૂરો વિશ્વાસ છે.

આગળ વાંચો બેન કરાયેલી નોટ જમા કરાવવા માટે UKમાં ભારતીયોને મળશે મદદ
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Indian Government Will help to NRIs Who Deposit Currency Abroad
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext