Home »NRG »New Zealand» Holi Dhuleti Festival Celebration In New Zealand

ઓકલેન્ડમાં આમ થઈ ધૂળેટીની ઉજવણી, ગોરાઓ સહિત ઝૂમી ઉઠ્યા પોલીસ જવાનો

divyabhaskar.com | Mar 08, 2017, 18:45 PM IST

  • સ્થાનિક લોકો ઉપરાંત પોલીસે પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો
ન્યૂઝીલેન્ડ(ધાર્મિક દેસાઈ દ્વારા): હજૂ હોળી-ધૂળેટીના થોડાં દિવસો બાકી છે ત્યાં દુનિયાના મોટા-મોટા શહેરોમાં ધૂળેટીની ઉજવણી ચાલુ કરી દેવામાં આવી છે. દેશમાં ઉત્સાહપૂર્વક હોળીની તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં ગત 26 તારીખના રોજ હોળી 2 કે 17 નામથી ધૂળેટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં 10 હજાર જેટલા લોકોએ ભાગ લીધો હતો અને એકબીજાને રંગબેરંગી કલરોથી રંગીને ઉજવણીની મજા માણી હતી. ઉજવણીમાં સ્થાનિક લોકો ઉપરાંત પોલીસે પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પોલીસના વાહનો પણ રંગબેરંગી રંગથી રંગી દેવામાં આવ્યા હતા.
 
ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં રહેતા ગોરાઓમાં હિન્દૂ તહેવારોની ઉજવણી કરવાનું પ્રભુત્વ વધી રહ્યું છે. દિવાળીની સાથે સાથે હોળીના તહેવારમાં પણ ગોરાઓ ઉત્સાહપૂર્વક ભાગ લઇ રહ્યા છે સાથે સ્થાનિક કાઉન્સીલ પણ આવા તહેવારોની ઉજવણી કરવા માટે સાથ સહકાર આપે છે.
 
આગળ તસવીરોમાં જુઓ, કેવી રીતે રંગબેરંગી રંગોમાં રંગાયું ન્યૂઝીલેન્ડ....
(New Zealand Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: holi dhuleti festival celebration in new zealand
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended