Home »NRG »New Zealand» Gujarati Brand Amul To Sponsor New Zealand Cricket Team For Champions Trophy

આ ગુજરાતી કંપની NZ ક્રિકેટ ટીમને કરશે સ્પોન્સર, જર્સી પર જોવા મળશે લોગો

divyabhaskar.com | May 14, 2017, 16:37 PM IST

  • ICC ચેમ્પિયન ટ્રોફી માટે ન્યુઝિલેન્ડ ક્રિકેટ ટીમની મેજર સ્પોન્સર બની AMUL
ન્યુઝીલેન્ડ(ધાર્મિક દેસાઈ દ્વારા): ગુજરાતી કંપની અમુલ જે એશિયામાં દૂધની મોટામાં મોટી કંપની કહેવાય છે તે હવે ICC ચેમ્પિયન ટ્રોફી માટે ન્યુઝિલેન્ડ ક્રિકેટ ટીમની મેજર સ્પોન્સર બની છે. આર. એસ. શોઢી કે જેઓ ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરસનના ડિરેક્ટર છે તેમને પત્રકાર પરિસદમાં આ જાહેરાત કરી હતી. 
 
ન્યુઝીલેન્ડ ક્રિકેટના કોમર્શિઅલ ડિરેક્ટર જેમસ વેર કહ્યું હતું કે, 'અમે આ પાર્ટનરશીપથી ઘણા ખુશ છીએ અને અમે અમુલ સાથે બહુ લાંબા સમય સુધી કામ કરવાની આશા રાખીએ છીએ.' જેમ્સ વેર સાથે ન્યુઝિલેન્ડના ખેલાડીઓ ટ્રેન્ટ બોઉલટ, ટિમ સાઉદી અને કોલિન દે હાજર રહ્યા હતા.
 
નોંધનીય છે કે, અમુલનું વાર્ષિક ટર્નઓવર 27,000 કરોડ છે અને 1લી જૂનથી ઈંગ્લેન્ડમાં રમાનારી ICC ચેમ્પિયન ટ્રોફીમાં અમુલનો લોગો હશે. ન્યુઝિલેન્ડના ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ પણ છે જેથી બીજા ક્રિકેટ રમતા દેશોમાં પણ અમુલ બ્રાન્ડને ઓળખ મરશે જેથી અમુલને ભવિષ્યમાં ઘણો ફાયદો થઇ શકે છે.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...
(New Zealand Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gujarati brand Amul to sponsor New Zealand cricket team for Champions trophy
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended