Home »NRG »New Zealand» Gujarati And Indian Community Celebrate Diwali Festival In New Zealand

NZ: ઓકલેન્ડમાં દિવાળી ફેસ્ટિવલની શાનદાર ઉજવણી, ગોરાઓ પણ થયા આફરીન

divyabhaskar.com | Oct 17, 2016, 11:01 AM IST

  • ઓકલેન્ડ શહેરના હૃદય સમાન aotea square ખાતે ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવી
ન્યૂઝીલેન્ડ(ધાર્મિક દેસાઈ દ્વારા):ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં દિવાળી ફેસ્ટિવલની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 50 હજારથી વધારે લોકોએ હાજરી આપી હતી. ઓકલેન્ડ શહેરના હૃદય સમાન aotea square અને આજુબાજુના મુખ્ય રસ્તાઓ પર આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. દિવાળી ફેસ્ટિવલ દરમ્યાન આ રસ્તા વાહનો માટે બંધ કરી દેવાય છે. ન્યૂઝીલેન્ડના પ્રાઈમ મિનિસ્ટર જોન કી તેમજ ઓકલેન્ડના નવા મેયર ફીલ ગોફે પણ દિવાળી ફેસ્ટિવલની મજા માણી હતી.

2002માં ગુજરાતીઓએ નાના પ્રમાણમાં ન્યૂઝીલેન્ડમાં દિવાળી ફેસ્ટિવલ ઉજવવાની શરૂઆત કરી હતી. જો કે હાલમાં તો ન્યૂઝીલેન્ડમાં યોજાતા મોટા ફેસ્ટિવલની હરોળમાં આની ગણતરી કરવામાં આવે છે. તારીખ 15થી 16 ઓક્ટોબરે યોજાયેલા આ ફેસ્ટિવલમાં રસ્તાઓ પર ભારતીય ખાણી-પીણીના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. જ્યાં ભારતીયો ઉપરાંત ગોરાઓ પણ ઈન્ડિયન ફૂડની મજા માણતા જોવા મળ્યા હતા.

દિવાળી ફેસ્ટિવલની સાથે સાથે આ કાર્યક્રમમાં ભારતીય મ્યૂઝિક, સ્ટેજ શો, ભારતીય ડાન્સ તેમજ આકાશમાં રોશનીના ઝગમગાટ સાથે ફટાકડાનો નજારો જોવા મળ્યો હતો. આ ઉપરાંત ન્યૂઝીલેન્ડની ગોરીઓ દ્વારા હિન્દી ગીતો પર ફ્લેશ મોબ અને સ્ટેજ ડાન્સ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
 
આગળ જુઓ ન્યૂઝીલેન્ડ ખાતેના દિવાળી ફેસ્ટિવલની વધુ તસવીરો અને વીડિયો.....
(New Zealand Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gujarati And indian Community Celebrate Diwali festival in new zealand
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended