Home »NRG »New Zealand» Fire At New Zealands Christchurch City Two Thirds Of Fire Under Control

NZ:ક્રાઇસચર્ચ શહેર આગના ભરડામાં, 20kmમાં પ્રસરેલી આગમાં મકાનો ખાખ

divyabhaskar.com | Feb 21, 2017, 11:21 AM IST

  • આગ ધીમે ધીમે 2079 હેક્ટર એટલે કે અંદાજે 20 કિલોમીટરમાં પ્રસરી ગઈ
ન્યૂઝીલેન્ડ(ધાર્મિક દેસાઈ દ્વારા):ન્યૂઝીલેન્ડનું ક્રાઇસચર્ચ શહેર આગના ભરડામાં આવી જતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 2000 હેક્ટર કરતા વધારે ભાગમાં આગ લાગતા 11થી વધારે ઘર બળીને ખાખ થઈ ગયા હતા જ્યારે આસપાસના 450થી વધારે ઘર ખાલી કરાવવાની ફરજ પડી હતી.
 
20 કિમીમાં પ્રસરી આગ

ન્યૂઝીલેન્ડના ક્રાઈસચર્ચ શહેરમાં સોમવારે ભયંકર આગ ભભુકી ઉઠી હતી. સોમવારથી લાગેલી આગ ધીમે ધીમે 2079 હેક્ટર એટલે કે અંદાજે 20 કિલોમીટરમાં પ્રસરી ગઈ હતી. આગ પર કાબુ મેળવવા માટે ફાયર ડિપાર્ટમેન્ટનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયર ડીપાર્ટમેન્ટ અને સિવિલ ડિફેન્સના કર્મચારીઓ રાત દિવસ કામે લાગેલ છે. 
 
શું કહે છે ફાયર વિભાગ?

ફાયર ડીપાર્ટમેન્ટના કહેવા પ્રમાણે, હાલ જાનહાનિના કોઈ સમાચાર મળેલ નથી. પરંતુ અંદાજે 11થી વધારે ઘર બળીને ખાખ થઈ ગયા છે અને આ આંકડો વધવાની શક્યતા છે. ઉપરાંત આસપાસના 450થી વધારે ઘર ખાલી કરવા પડ્યા છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન બિલ ઇંગલિશે આ એરિયાની સમીક્ષા કરીને વધારે માહિતી લીધી હતી.
 
2011માં આવ્યો હતો ભૂકંપ

- ન્યૂઝીલેન્ડમાં સાઉથ ભાગમાં આવેલ ક્રાઇસચર્ચ શહેર કુદરતી આપત્તીઓનું શિકાર બનતું આવ્યું છે. 
- 2011માં આવેલા ભૂકંપમાં 185 લોકોએ જાન ગુમાવી હતી અને હજારો લોકોને ઈજાઓ પહોંચી હતી.
- હવે આજે ક્રાઇસચર્ચ ને આગ નો સામનો કરવો પડી રહ્યો છે.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ ભીષણ આગની વધુ તસવીરો...
(New Zealand Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Fire at new zealands Christchurch city two thirds of fire under control
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended