Home »NRG »New Zealand» Family Graduates Together Celebrates At Victoria University In Wellington

NZ: આ ગુજરાતી પરિવાર સાથે મળીને થયો ગ્રેજ્યુએટ, ત્રણેય એકબીજાને કરતા મદદ

divyabhaskar.com | Jan 22, 2017, 14:24 PM IST

  • હંસા પટેલ(વચ્ચે), જીતેન(ડાબે), જૈની(જમણે)
એનઆરજીડેસ્કઃગ્રેજ્યુએશન સેરેમનીમાં સામાન્ય રીતે માતાપિતા સામે ટોળામાં બેસેલા હોય છે અને સ્ટેજ પર તેમના બાળક આવે તેના રાહ જોતા હોય છે. પરંતુ અહીંયા વાત કંઈક અલગ જ છે, ન્યુ ઝિલેન્ડમાં રહેતી એક ગુજરાતી મહિલા તેના પુત્ર અને પુત્રીના ગ્રેજ્યુએશન સેરેમની દરમિયાન તેની સાથે જ સ્ટેજ પર જોવા મળ્યા હતા. પુત્ર જીતેન અને પુત્રી જૈનીએ જે દિવસે તેમનું ક્વોલિફિકેશન વેલિંગ્ટનની વિક્ટોરિયા યુનિવર્સિટીમાંથી મેળવ્યું તે જ દિવસે ટૂંકમાં ક્રિસમસ પહેલા હંસાબેન પટેલે પોતાનું ક્વોલિફિકેશન મેળવ્યું હતું.  
 
બાળકો આ રીતે કરતા મદદ

- પરિવાર એક સાથે બેસીને અભ્યાસ કરતો હતો અને એકબીજાનું એસાઈનમેન્ટ પ્રુફરીડ કરતા હતા. 
- પટેલ કહે છે તેના બાળકો તેને ઘણી વાર ટેક્નિકલ સાઈડ તરફ મદદ કરતા
- ટેક્નોલોજી આધારિત દુનિયામાં તેઓ માતાને અભ્યાસ કોયડો હલ કરવામાં મદદ કરતા હતા.
- હંસા પટેલે કહે છે કે, 'તે તેના બાળકો વગર અભ્યાસ પૂર્ણ ન કરી શકી હોત. બાળકોએ તેને ખૂબ મદદ કરી છે.' 
- હંસાબેન વધુમાં કહે છે, તેના બાળકો ખરેખર તેના સહાયક રહ્યા છે. અભ્યાસ ત્રણેય એકબીજાનને મદદ કરતા રહ્યા.
 
2015માં પૂર્ણ કર્યું હતું પોસ્ટ ગ્રેજ્યુએશન

હંસાબેન પટેલે 2015માં તેમનું પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમાં ઓફ ક્લિનિકલ રિસર્ચમાં પૂર્ણ કર્યું હતુ અને તેઓ ઉનાળામાં તેમના બાળકો સાથે ગ્રેજ્યુએટ સેરેમની સેલિબ્રેટ કરવાની રાહ જોઈ રહ્યા હતા. જીતેને સાયન્સમાં બેચલર ડિગ્રી મેળવી જ્યારે જૈનીએ લોમાં બેચલર ડિગ્રી મેળવી છે. એસાઈમેન્ટ કરતી વખતે જો હંસાબેનનો ફકરો લાંબો થઈ રહ્યો હોય અને તેમને ખાતરી કરવી હોય કે, તેઓ તેમનું એસાઈમેન્ટ સાચા ફોન્ટમાં ટાઈપ કરી રહ્યા છે તો પણ તે તેના બાળકોને પૂછતી હતી. પટેલ તેના તેમજ તેના અભ્યાસ માટે મેળવેલી મદદનો શ્રેય લોઅર હટ્ટ સમુદાયને આપે છે. 
 
શું કરતા હતા હંસાબેન?

- હંસાબેન સેક્રેડ હાર્ટ કોલેજમાં ટેક્નિશિયન તરીકે કામ કરતા હતા 
- શાળાએ તેમના મુશ્કેલ શેડ્યુઅલમાંથી રસ્તો શોધવા અને તેમને જ્યાં જરૂર પડી હતી ત્યા શાળાએ તેમને મદદ પણ કરી હતી.
- અભ્યાસ અને કામ કરવા સાથે, પટેલ લોવર હટ્ટ સિટિઝન્સ એડવાઈસ બ્યુરોમાં સ્વૈચ્છિક સેવાઓ આપતા હતા. 
- આ બધી બાબતોથી જ્યારે તેઓ પોતાને વ્યસ્ત હોવાનો અહેસા કરતા તો, પટેલ કહેતા કે આ મારા માટે યોગ્ય છે.
- પટેલ માટે અભ્યાસ પૂરો થયો નથી. તેમને વિક્ટોરિયા સ્કોલરશિપ મળી છે અને તે છેલ્લા 6 મહિનાથી પીએચડી માટે કામ કરી રહ્યા છે. 
- સ્કોલરશિપ તેને આગળ 3 વર્ષ ભણવામાં મદદ કરશે. 
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ, વધુ તસવીરો...
(તસવીરોઃ સૌજન્ય ફેસબુક)
(New Zealand Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Family graduates together celebrates at Victoria University in Wellington
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended