Home »NRG »New Zealand» Diwali Festival 2016 Held At Wellington City Of New Zealand

NZ: વેલિંગ્ટનમાં દિવાળી ફેસ્ટિવલની ઉજવણી, ભારતીય કલારોએ જમાવ્યું આકર્ષણ

Dharmik Desai | Oct 26, 2016, 14:02 PM IST

વેલિંગ્ટન(ધાર્મિક દેસાઈ દ્વારા): ભારતભરમાં દિવાળીને લઈને તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે વિદેશમાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ દ્વારા પણ ભારતીય તહેવારો ઉજવવાનું આયોજન કરવામાં આવે છે. એવી જ રીતે ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટન શહેરમાં એશિયન ન્યૂઝીલેન્ડ ફાઉન્ડેશન દ્વારા 23 ઓક્ટોબરના રોજ TSB બેંક એરેનામાં દિવાળી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.

વેલિંગ્ટન ખાતે યોજાયેલા દિવાળી ફેસ્ટિવલમાં નાના-મોટા કાર્યક્રમોની સાથે ભારતીય ટ્રેડીશનલ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માટે ખાસ ભારતથી કલાકારોને આમંત્રિત કરાયા હતા. ભારતીય કલાકારોએ રજૂ કરેલા કથક નૃત્ય અને રાજસ્થાનની બોલાવવામાં આવેલા કઠપુતલી ડાન્સર્સે ખાસ આકર્ષણ જમાવ્યું હતું. દિવાળી ફેસ્ટિવલના આ કાર્યક્રમના અંતમાં ફટાકડા ફોડી તમામે ભારતીય સ્વાદિષ્ઠ ફૂડની મજા માણી હતી.
 
આગળ જુઓ વેલિંગ્ટન ખાતે યોજાયેલા દિવાળી ફેસ્ટિવલની વધુ તસવીરો.....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Diwali Festival 2016 Held At Wellington City of New Zealand
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext