Home »NRG »New Zealand» Dada Bhagwan Satsang And Gyanvidhi Held New Zealand Rotorua

NZ: રોટોરુઆમાં યોજાયો દાદા ભગવાનનો સત્સંગ, દેશવિદેશમાંથી ભક્તોએ આપી હાજરી

divyabhaskar.com | Oct 01, 2016, 11:44 AM IST

  • સત્સંગ અને જ્ઞાનવિધિનું આયોજન કરવામાં આવ્યું.
રોટોરુઆઃન્યુ ઝીલેન્ડના રોટોરુઆ શહેરમાં દાદા ભાગવાનનો સત્સંગ અને જ્ઞાનવિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ન્યુ ઝીલેન્ડમાં વસતા ગુજરાતીઓ સાથે સાથે વિદેશમાં વસતા ગુજરાતીઓએ પણ હર્ષ અને ઉલ્લાસ ભેર ભાગ લીધો હતો. આ સત્સંગમાં પૂજ્ય દિપકભાઈએ લોકો દ્વારા પૂછવામાં આવેલા સવાલોનાં જવાબ આપ્યા હતા. સાથે જ સુખમય જીવન કેવી રીતે જીવવું તે અંગે પણ પ્રવચન આપ્યું હતું. 
 
પહેલીવાર યોજાયો સત્સંગ

શાશ્વત સુખના આ માર્ગની શોધ કરનાર એ. એમ. પટેલ જેઓ દાદા ભગવાન નામથી ઓળખાય છે. જ્ઞાની પુરુષની કૃપાથી માત્ર બે જ કલાકમાં જ્ઞાનવિધિથી પોતાના સાચા સ્વરુપની ઓળખાણ શક્ય બને છે. ન્યુ ઝીલેન્ડના રોટોરુઆ શહેરમાં તારીખ 23 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બરના રોજ પહેલીવાર હોટેલ હોલીડે ઈંનમાં દાદા ભગવાનના પૂજ્ય દિપકભાઈ દેસાઈની હાજરીમાં સત્સંગ, શિબિર અને જ્ઞાન વિધિનું આયોજન કરવામો આવ્યું હતું. 
 
સુખમય જીવન જીવવાના પાઠ

પહેલીવાર યોજાયેલા આ સત્સંગમાં ન્યુ ઝીલેન્ડ ના અલગ અલગ શહેરો જેમ કે ઓકલેન્ડ, હેમિલ્ટન અને વેલિંગ્ટન સાથે ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, USA અને  ઇન્ડિયાથી પણ દાદા ભગવાનના ભક્તોએ હાજરી આપી હતી. પૂજ્ય દિપકભાઈએ ઘણા સવાલોનાં જવાબ આપ્યા હતા. જે આપણા ગુજરાતીઓને મુંજવતા હતા સાથે કાર્યક્રમમાં એ પણ શીખવાડ્યું કે, સુખમય જીવન કેવી રીતે જીવવું. આ કાર્યક્રમ મહત્વનો ભાગ જ્ઞાન વિધિ પણ હતી જેમાં અનગણત ભક્તઓ એ ભાગ લીધો હતો.
 
દાદા ભગવાન વિશે

DBF(દાદા ભગવાન ફાઉન્ડેશન) વિશ્વભરમાં અને ભારતનાં વિવિધ રાજ્યોમાં પૂજ્ય દીપકભાઈનાં સત્સંગ અને જ્ઞાનવિધિનું આયોજન કરે છે. મોટાભાગના સત્સંગો પ્રશ્નોત્તરીનાં રૂપે હોય છે, જેમાં સૂક્ષ્મતમ આધ્યાત્મિકથી લઇને સ્થૂળ સાંસારિક બાબતો, પ્રશ્નો અને શંકાઓ જેવા વિવિધ પ્રકારનાં પ્રશ્નો હોય છે. આ સત્સંગ કોઈપણ જાતિ, રંગ, ધર્મ,વર્ણ ના ભેદ વિના સામાન્ય જનતા માટે, વિનામૂલ્યે હોય છે. DBF આ આધ્યાત્મિક વિજ્ઞાનના પ્રસાર માટે જુદા-જુદા ભાગોમાં નિષ્પક્ષપાતી ત્રિમંદિરો બંધાવી તેનું વ્યવસ્થાપન કરે છે.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ, રોટોરુઆમાં યોજાયેલા સત્સંગની વધુ તસવીરો...
(New Zealand Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Dada bhagwan satsang and gyanvidhi held new zealand rotorua
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended