Home »NRG »New Zealand» Arun Panchia A Gujarati Insurance Agent Who Led New Zealand Hockey Team

આ ગુજરાતી છે ન્યુઝિલેન્ડ હોકી ટીમનો કપ્તાન, વીમા કંપનીમાં કરે છે ફુલ ટાઈમ જોબ

divyabhaskar.com | May 13, 2017, 16:36 PM IST

  • અરુણ વીમા અને રોકાણ કંપનીમાં 9થી 5 દરમિયાન કામ કરે છે, કામ પહેલા અને પછી કરે છે પ્રેક્ટિસ
ન્યુઝિલેન્ડઃવિદેશમાં જ્યાં ગુજરાતીઓ વસ્યા છે ત્યા પોતાનો દબદબો કાયમ રાખ્યો છે. વિવિધ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. આજે અમે વાત કરી રહ્યા છીએ એવા ગુજરાતીની યુવાનની જે ન્યુઝિલેન્ડની હોકી ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. ઓકલેન્ડમાં રહેતો 28 વર્ષીય અરુણ પાંચિયા એક ફુલ ટાઈમ વીમા એજન્ટ છે. અરુણ પોતાની નોકરી ઉપરાંત ન્યુઝિલેન્ડની હોકી ટીમનો કપ્તાન પણ છે. તેણે કપ્તાની તરીકેની પહેલી મેચ ભારત વિરુદ્ધ જીતી હતી. હવે બીજી વખત અરુણ મલેશિયાના ઈપ્પોમાં સુલ્તાન અઝનલન શાહ કપમાં ભારત વિરુદ્ધ ન્યુઝિલેન્ડની હોકી ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે.
 
2009માં કરી ઈન્ટરનેશનલ કેરિયરની શરૂઆત

બ્લેક સ્ટિક્સના કપ્તાન તરીકે બીજી વખત રમી રહેલો અરુણ મૂળ ગુજરાતી છે. અરુણે પહેલીવાર પોતાના દેશ વિરુદ્ધ ન્યુઝિલેન્ડ ટીમનું નેતૃત્વ કર્યું છે. આ મેચમાં તેણે ભારતના મનદીપ સિંહ અને હરમનપ્રીત સિંહનો જોરદાર મુકાબલો કર્યો હતો અને 3-0થી ભારતને હરાવીને અરુણે પોતાની પ્રથમ જીત નોંધાવી હતી. પાંચિયાએ 2009માં પોતાના ઈન્ટરનેશનલ કેરિયરની શરૂઆત કરી હતી અને ભારતનો પહેલો પ્રવાસ 2010માં દિલ્લીમાં કર્યો હતો. 
 
આગળ વાંચોઃ 5 વર્ષની ઉંમરે કરી હતી હોકી રમવાની શરૂઆત, ગત વર્ષે રિયો ઓલિમ્પિકનો રહી ચૂક્યો છે ભાગ...
(New Zealand Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Arun Panchia a Gujarati insurance agent who led New Zealand hockey team
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended