Home »NRG »Middle East» Pakistans Richest Person Avari Group Chairman Byram Dinshawji Avari

આ ગુજરાતીની પાકિસ્તાનના ધનાઢ્ય લોકોમાં થાય છે ગણતરી, 3347 કરોડની આવક

divyabhaskar.com | Feb 09, 2017, 17:17 PM IST

એનઆરજીડેસ્કઃઆજથી અનેક વર્ષો પહેલા પારસી સમુદાયના લોકો ગુજરાત આવ્યા હતા. બાદમાં ધંધા રોજગાર અર્થે તેઓ ભારતના વિવિધ ભાગોમાં ફેલાયા હતા. અહીંયા તેઓએ સારા એવા ધંધા રોજગાર વિકસાવ્યા હતા, પરંતુ ભારતના ભાગલા સમયે કેટલાક પારસીઓ પાકિસ્તાનથી ભારત આવી ગયા તો કેટલાક પાકિસ્તાનમાં જ રહી ગયા હતા તેમાંના એક છે અવારી ગ્રુપ્સના ચેરમેન બાયરામ દિનશાજી અવારી. અવારી ગ્રુપ પાકિસ્તાનની પ્રથમ એવી કંપની છે જેમની પાસે ઈન્ટરનેશનલ હોટલ મેનેજમેન્ટનો કોન્ટ્રાક્ટ છે. આજે બાયરામ અવારીની ગણતરી પાકિસ્તાનના ધનાઢ્ય લોકોમાં થાય છે. 
 
બાયરામ અવારી પાકિસ્તાનના મોટા ઉદ્યોગપતિની સાથે સાથે સ્પોર્ટ્સ પર્સન પણ છે. ઉપરાંત તેઓ પાકિસ્તાન પારસી સમુદાયના વડા પણ છે. અવારી ગ્રુપ્સની આજે પાકિસ્તાન ઉપરાંત કેનેડા, દુબઈમાં પોતાની હોટલ છે. ઉપરાંત અવારી ગ્રુપ્સની કરાચી અને લાહોરમાં અવારી પ્લાઝા, સ્પેન્સર એન્ડ કંપની, સ્પેન્સર ફાર્મા, બીચ બ્રેવરી, અવારી ટ્રાવેલ એજન્સી(અમેરિકન એરલાઈન્સ માટે GSA)ના બિઝનેસમાં પણ સામેલ છે.
 
આગળ વાંચોઃ હરાજીમાં ખરીદેલી હોટલમાંથી બાયરામ અવારીએ કેવી રીતે ખડું કર્યું કરોડોનું સામ્રાજ્ય...
(Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Pakistans richest person Avari group chairman byram Dinshawji avari
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended