Home »NRG »Middle East» Pakistan Shree SwamiNarayan Temple Narnaryan Dev Gadi

પાક.માં આવેલું એક માત્ર સ્વામિનારાયણ મંદિર, જેની પ્રતિમાઓ છે અન્ય દેશમાં

divyabhaskar.com | Jan 02, 2017, 18:50 PM IST

એનઆરજીડેસ્કઃપાકિસ્તાન અને ભારત ભલે ભૌગોલિક રીતે અલગ પડી ગયા હોય પરંતુ ત્યાંની ધરતીમાં હજુ પણ હિન્દુ સંસ્કૃતિનો વારસો સંગ્રહાયેલો છે. હજારો-લાખો વર્ષથી અહીં હિન્દુ દેવી-દેવતાઓના મંદિરો હેમખેમ અવસ્થામાં ઊભા છે, જેની માવજત પાકિસ્તાનમાં વસતા હિન્દુઓ કરી રહ્યા છે. તેમજ અહીંના મંદિરો પર લોકોને એટલી શ્રદ્ધા છે કે ભારતથી પણ લોકો ત્યાં દર્શન કરવા જાય છે. આજે અમે વાત કરી રહ્યા છીએ 1849માં નિર્માણ પામેલા તથા કાલુપુર ગાદી તાબા હેઠળના શ્રી સ્વામિનારાણ મંદિરની.
 
શ્રી સ્વામિનારાયણ મંદિર, કરાચી વિશે...

- શ્રી સ્વામિનારાયણ મંદિર, કરાચી એક હિંદુ મંદિર છે, જે સ્વામિનારાયણ મંદિર, કાલુપુર ગાદીના તાબામાં આવે છે. 
- પાકિસ્તાનમાં આવેલું આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયનું એક માત્ર મંદિર છે. 
- સ્વામિનારાયણ મંદિર કરાચી શહેરનાં બંદર માર્ગ પર આવેલું છે 
- 32,306 ચો.વાર એટલે કે 27,012 ચો.મી. વિસ્તારમાં પથરાયેલું મંદિર તેના કદ અને બાંધણીને કારણે નોંધનીય છે. 
- અગાઉ મંદિર ખાતે ભક્તોને રહેવા માટે વિશાળ ધર્મશાળા પણ હતી, જેમાં વર્તમાન સમયમાં નગર જિલ્લા પંચાયતની કચેરીઓ ચાલે છે. 
 
ગુજરાત લાવવામાં આવી હતી પ્રતિમાઓ

- આ મંદિરમાં જે ભગવાન શ્રી સ્વામીનારાયણની પ્રતિમા હતી તેને ભારતમાં લાવવામાં આવી હતી. 
- ભાગલા સમયે મૂળ પ્રતિમાઓની દૈનિક પૂજાની ચિંતાને પગલે ત્યાં રહેતા સાધુઓએ સ્વામિનારાયણ ભગવાન અને રાધા-કૃષ્ણની પ્રતિમા ગુજરાતમાં લઈ આવ્યા હતા.
- આજે મંદિરમાં માત્ર સ્વામિનારાયણ ભગવાનની તસવીર રાખવામાં આવી છે અને તેની જ પૂજા કરવામાં આવે છે.
 
પ્રતિમાઓની વિધિવત કરવામાં આવી પ્રાણ પ્રતિષ્ઠા

- ગુજરાતની સરહદની અડીને આવેલા રાજસ્થાનના બ્રહ્માનંદ સ્વામીના જન્મસ્થાન ખાણ ગામ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં આ પ્રતિમાઓની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
- આજે પણ રાજસ્થાનના સ્વામિનારાયણ મંદિરમાં નિયમિત પૂજા-અર્ચના કરવામાં આવે છે.
- પૂ. તેજેન્દ્રપ્રસાદજી મહારાજ પ્રમાણે, જ્યારે પૂ.આયોધ્યાપ્રસાદજી મહારાજ ગાદી પર બિરાજતા હતા ત્યારે લગભગ 100 વર્ષ પૂર્વે આ મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું.
- ગુજરાતીઓ તથા ભારતીયો જ્યારે પણ રાજસ્થાન જાય છે ત્યારે આ મંદિરના દર્શન કરવા અચૂક જાય છે.
 
ક્યારે થયું હતું મંદિરનુ નિર્માણ

- આ મંદિર ઇસ્લામિક દેશમાં, મુસ્લીમોની બહુમતીવાળા નગરમાં આવેલી હિંદુ વસાહતના મધ્ય ભાગમાં આવેલું છે.
- શ્રી સ્વામિનારાયણ મંદિર, કરાચીનું નિર્માણ કાર્ય વર્ષ 1849માં કરવામાં આવ્યું હતું.
- અહીંયા સ્વામિનારયણ સંપ્રદાયનું મંદિર એક અલગ જ મહત્વ ધરાવે છે. 
- દર વર્ષે અનેક ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે.
- મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ તો એપ્રિલ 2004માં આ મંદિરની 150મી વર્ષગાંઠ ઉજવવામાં આવી હતી.
 
આગળ વાંચો, આઝાદી વખતે કેવો હતો મંદિરનો માહોલ...
(Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: pakistan Shree SwamiNarayan Temple Narnaryan Dev Gadi
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended