Home »NRG »Middle East» NRIs Have A No Any Option To Change Indian Currency Change In KSA

વિદેશમાં પણ નોટ બદલવા લાગી લાંબી લાઈન, નોટિસ વાંચી NRIs નિરાશ

divyabhaskar.com | Nov 15, 2016, 15:01 PM IST

  • સાઉથ અરેબિયાના જેહાદ શહેર ભારતીયો નોટ બદલવા પહોચ્યા
અમદાવાદ: 8 નવેમ્બરના રોજ સાંજે નરેન્દ્ર મોદીએ દેશને નામે સંદેશો આપતા 500 અને 1000 ચલણી નોટ પર રોક લગાવ્યા બાદ સમગ્ર દેશમાં બેંકમાં લાઈનો જોવા મળી રહી છે. લોકો પોતાની પાસે રહેલી 500 અને 1000ની નોટને એક્સચેન્જ કરાવવા કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે. આવા દ્રશ્ય ગલ્ફ દેશોમાં પણ જોવા મળ્યા હતા. સાઉથ અરેબિયા અને સંયુક્ત આરબ અમિરાતમાં કેટલાય ભારતીયો પોતાની પાસે રહેલી ભારતીય ચલણની જૂની નોટ બદલાવવા માટે ગલ્ફ દેશ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં પહોચ્યા હતા.

સાઉથ અરેબિયાના જેહાદ શહેરમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના શાખા પર પહોંચેલા લોકોને નિરાશા સાંપડી હતી. બેંક દ્વારા લોકો પાસે રહેલી ભારતીય ચલણી નોટ સ્વીકારવામાં આવી ન હતી. આ ઉપરાંત અહીં બેંકની બહાર પોસ્ટર પણ લગાવવામાં આવ્યું છે. જેમાં ભારત સરકાર દ્વારા રદ્દ કરાયેલી 500 અને 1000ની નોટ એક્સચેન્જ કરાવવાનું ભારતમાં જ સંભવ હોવાનું જણાવાયું છે. અને વધુ માહિતી માટે આરબીઆઈની વેબસાઈટનો સહારો લેવાનું કહેવામાં આવ્યું છે. (આ પણ વાંચો ચાર વિકલ્પો દ્વારા NRIs બદલી શકે છે 500-1000ની ભારતીય ચલણી નોટ)

સાઉથ અરેબિયામાં નોટ એક્સચેન્જ માટે નથી વિકલ્પ?

- સાઉથ અરેબિયામાં રહેતા એક ભારતીયે પોતાની ફેસ બુક પર ફોટો શેર કરી લખ્યું છે કે, અહીં અમારી પાસે ભારતીય ચલણ ચેન્જ કરાવવા માટે કોઈ વિકલ્પ નથી.
- કરન્સી એક્સચેન્જ સેન્ટર પર ભારતીય ચલણનો સ્વીકાર નથી કરતા
- ધ વેસ્ટર્ન યુનિયન અને મની ગ્રામે પણ નાણા ભારત મોકલવા માટે મનાઈ ફરમાવી
 
 
આગળ વાંચો વિદેશમાં રહેતા ભારતીયો કેવી રીતે જૂની નોટ બદલી શકે....
(Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: NRIs Have a no Any option to Change Indian currency change in KSA
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended