Home »NRG »Middle East» Know About Thailand Largest Airlines Company Mjets And His Guajrati Owner

10 એરક્રાફ્ટની માલિક છે આ ગ્લેમરસ ગુજરાતી, ધરાવે છે કરોડોનું સામ્રાજ્ય

divyabhaskar.com | May 10, 2017, 15:13 PM IST

અમદાવાદ: પ્રાઈવેટ જેટ અને મોંઘી કાર્સના માલિકોની લક્ઝુરીયસ લાઈફ સૌને અચંબામાં મુકી દેતી હોય છે. એમાંય ગુજરાતીઓની તો વાત જ અલગ છે. દેશમાં અને વિદેશમાં પોતાનો બિઝનેસ ફેલાવી ચૂકેલા અનેક ગુજરાતીઓ આજે પોતાના એરક્રાફ્ટ ધરાવે છે. 150 વર્ષ જૂની થાઈલેન્ડની મૂળ ગુજરાતી કંપની ગંગજી પ્રેમજી એન્ડ કો.(G Premjee)ના ચેરમેન કિરીટ શાહે 2007માં MJetsના નામે જોઈન્ટ વેન્ચરમાં બે એરક્રાફ્ટ દ્વારા એર સર્વિસ શરૂ કરી હતી.

GP ગ્રૂપની કંપની Mjets લિમિટેડ પાસે આજે 10 એરક્રાફ્ટનો કાફલો છે અને એર એમ્બ્યુલન્સ સહિતની સર્વિસ પૂરી પાડે છે. 27 વર્ષની વયે ગ્રૂપની એમડી બનેલી પરિવારની મોટી પુત્રી નિશિતા પિતાનો બિઝનેસ સંભાળી રહી છે. એવિએશન, શિપિંગ, રિયલ એસ્ટેટ સહિત અનેક બિઝનેસ સાથે સંકળાયેલી GP કંપની થાઈલેન્ડમાં મોટું સામ્રાજ્ય ધરાવે છે. 530 મિલિયન ડોલર(3500 કરોડ રૂપિયા)ની માલિક નિશિતા થાઈલેન્ડની યુવાનવયની સૌથી વધુ ધનિક મહિલા અને ટોપ 50માં 42મું સ્થાન ધરાવે છે.
 
પિતાએ થાઈલેન્ડમાં શરૂ કરી MJets

- થાઈલેન્ડની 150 વર્ષ જૂની કંપની જીપીના ચેરમેન કિરીટ શાહે જોઈન્ટ વેન્ચરમાં 2007માં માઈનોર એવિએશન લિમિટેડના કંપની શરૂ કરી.
- કોર્પોરેટ માટે બે એરક્રાફ્ટથી શરૂ કરેલી પ્રાઈવેટ જેટ ટર્મિનલનું થોડા સમયમાં બાદ બદલી MJets લિમિટેડ કરાયું
- 2011-12માં આવેલી હોનારત બાદ MJets દ્વારા પાંચ એરક્રાફ્ટનો ઉમેરો કરવામાં આવ્યો હતો.
- જોકે 2013 સુધીમાં 10 એરફ્રાક્ટનો કાફલો ધરાવતી MJets થાઈલેન્ડની અગ્રણી પ્રાઈવેટ જેટ ઓપરેટરમાં સ્થાન પામી હતી.
- એર એમ્બ્યુલન્સની સહિતની સેવા પૂરી પાડતી MJets લિમિટેડે ઘણા એવોર્ડ જીત્યા છે.

(આગળ વાંચો નિશિતા શાહ અને તેમના પિતાના બિઝનેસ વિશે)
(Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know About Thailand Largest Airlines Company Mjets And His Guajrati Owner
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended