Home »NRG »Middle East» Gujarati Tourist Killed In Elephant Attack At National Park Chitwan Nepal

નેપાળઃ ગુજરાતી પરિવાર પર જંગલી હાથીએ કર્યો હુમલો, યુવતીને ચગદી નાખતા મોત

divyabhaskar.com | Jan 11, 2017, 18:26 PM IST

કાઠમંડૂ:નેપાળની રાજધાની કાઠમંડૂથી 200 કિલોમીટરના અંતરે આવેલા ચિંતવન નેશનલ પાર્કમાં એક ગુજરાતી પરિવાર સાથે વિચિત્ર ઘટના થવા પામી છે. પાર્કમાં આવેલા પરિવાર પર જંગલી હાથીએ હુમલો કરી દીધો હતો. જેમાં ગુજરાતી યુવતી હાથીની ઝપેટમાં આવી જતા ચગદી નાંખી હતી. ગંભીર રીતે ઘાયલ થતા યુવતીનું મોત થયું હતું.
 
પાછો ફરી રહ્યો હતો પરિવાર

- ગુજરાતી પરિવાર મંગળવારે નેપાળમાં આવેલા ચિંતવન નેશનલ પાર્કની મુલાકાતે ગયા હતા.
- 22 વર્ષની સ્નેહા કાનપરા જ્યારે તેના પેરેન્ટ્સ સાથે સફારી પરથી પાછી ફરી રહી હતી ત્યારે જંગલી હાથી આ ગ્રુપને જોઈ ગયો હતો. 
- જંગલી હાથીએ એકાએક તેમના પર હુમલો કરી દીધો હતો.
- હુમલામાં પરિવારના સભ્યોનો આબાદ બચાવ થયો હતો પરંતુ 22 વર્ષીય સ્નેહા કાનપરા હાથીની ઝપેટમાં આવી ગઈ હતી.
- હાથીએ સ્નેહાને ગંભીર રીતે ઘાયલ કરી દીધી હતી.
 
રેસ્કયુ ટીમ પહોંચી ઘટના સ્થળે

- ઘટનાની જાણ થતા રેસ્કયુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી.
- ઘાયલ થયેલી સ્નેહાને સારવાર માટે ભરતપુર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
- જ્યાં ફરજ પર રહેલા ડોક્ટરોએ સ્નેહાને મૃત જાહેર કરી હતી.
- આ ઘટનામાં તેના પેરેન્ટ્સને કોઈ ઈજા થઈ નથી.
 
ગત મહિને પણ બની હતી ઘટના

- તાજેતરના મહિનાઓમાં આ પ્રકારની આ બીજી ઘટના બનવા પામી છે.
- ગયા મહિનએ એક મહિલાને હાથી ચગદી નાખી હતી, જેમાં મહિલાનું મોત અને અન્ય 2 ઈજાગ્રસ્ત થયા હતા.
- બચાવ કાર્ય માટે આવેલી રેસ્ક્યુ ટીમે સ્નેહાને સારવાર માટે ભરતપુર હોસ્પિટલ ખાતે લઈ જવાઈ રહી હતી.
 
આગળ વાંચોઃ ચિંતવન નેશનલ પાર્ક નેપાળનો સૌથી મોટો પાર્ક...
(Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gujarati tourist killed in elephant attack at national park chitwan Nepal
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended