Home »NRG »Middle East» Gujarati Girl Swati And Rohan Wedding In Dubai's Top Five Star Hotel

ગુજરાતી ‘છોરી’એ દુબઈમાં પાડી દીધો’તો વટ, આવા હતા 4 દિવસના ઝાકમઝોળ લગ્ન

divyabhaskar.com | Mar 03, 2017, 14:38 PM IST

અમદાવાદ:છેલ્લા ઘણા વર્ષોથી ડેસ્ટિનેશન અને આઉટ કન્ટ્રી વેડિંગનું ચલણ વધુ જોવા મળે છે. ગુજરાતમાં વસતા ગુજરાતીઓ રિસોર્ટ કે અન્ય રાજ્યના સારા લોકેશન પર આયોજન કરે છે. તો દેશ બહાર વસતા ગુજરાતીઓ પણ વિદેશના કોઈ સારા લોકેશન કે જાણીતી ફાઈવ સ્ટાર હોટેલમાં પોતાના વેડિંગ પ્લાન કરતા હોય છે. વર્ષ 2012માં દુબઈમાં આયોજન થયેલા ગુજરાતી પરિવારની પુત્રી સ્વાતીના લગ્નમાં ઝાકમઝોળ માહોલ જોવા મળ્યો હતો. પંજાબી પરિવારના રોહન અને સ્વાતીના લગ્ન માટે દુબઈની ટોપ ત્રણ હોટેલની પસંદગી કરી હતી.

ગુજરાતી-પંજાબી સ્ટાઈલથી યોજાયા લગ્ન

- સ્વાતી અને રોહનના લગ્નમાં ગુજરાતી અને પંજાબી પરંપરાનો સંગમ જોવા મળ્યો હતો.
- રોહન અને સ્વાતીએ પોતાની 12 વર્ષ લાંબી રિલેશનશિપ બાદ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
- સ્વાતી અને રોહને પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે ચાર દિવસના કાર્યક્રમનું આયોજન કર્યું હતું
- આ માટે રોહન અને સ્વાતીના પરિવાર દ્વારા દુબઈની ત્રણ ટોપ હોટેલની પસંદગી કરવામાં આવી હતી.

ચાર દિવસ અલગ-અલગ હોટેલમાં યોજાયા ભવ્ય લગ્ન

- દુબઈની Atlantis The Palm Resort & Hotel ખાતે રોહન અને સ્વાતીના લગ્નની સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું.
- સંગીત સેરેમનીમાં બેલે ડાન્સર ઉપરાંત મહેમાનોએ પણ મનભરીને સંગીતનો લ્હાવો માણ્યો હતો.
- વેડિંગ સ્થળ તરીકે Jumeirah Beach Hotelની પસંદગી કરવામાં આવી હતી.
- દુબઈની ભવ્ય હોટેલની બહારની બીચ સાઈડની જગ્યામાં લગ્ન મંડપને આકર્ષક રીતે શણગારવામાં આવ્યો હતો.
- રિસેપ્શનનું આયોજન Burj Khalifaની ફાઈવ સ્ટાર Armani Hotelમાં કરવામાં આવ્યું હતું.
- પિંક રોઝ અને કેન્ડલ દ્વારા શણગારવામાં આવેલા રિસેપ્શન સ્થળ પર મહેમાનોએ ગુજરાતી અને પંજાબી વાનગીઓનો સ્વાદ માણ્યો હતો.
 
(તસવીર સૌજન્ય: BAQAA Events)
આગળ જુઓ જાજરમાન લગ્નની વધુ તસવીરો....
(Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gujarati Girl Swati And Rohan Wedding in Dubai's Top Five Star Hotel
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended