Home »NRG »Middle East» Gujarati Couple Bhavik And Lakshmi Grand Wedding In Dubai's Hotel

વર્લ્ડ ફેમસ 7 સ્ટાર હોટેલમાં યોજાયા’તા ગુજરાતીના જાજરમાન લગ્ન,જુઓ વૈભવી ઠાઠ

divyabhaskar.com | Feb 21, 2017, 18:27 PM IST

એનઆરજી ડેસ્ક:આજના સમયમાં લગ્નમાં યુવાનો કંઈ પણ કરી છુટતા હોય છે. એમાય ગુજરાતી લોકોની તો વાત જ જુદી છે. વર્ષ 2014માં દુબઈમાં યોજાયેલા ગુજરાતી ભાવિક દેસાઈ અને લક્ષ્મી લાલના લગ્નમાં કંઈક અલગ જ માહોલ જોવા મળ્યો હતો. ભાવિક અને લક્ષ્મીના વેડિંગની ચાર દિવસની સેરેમની માટે દુબઈની અલગ અલગ હોટલ પસંદ કરવામાં આવી હતી. જેમાં સંગીત માટે Pullman Hotel, વેડિંગ માટે Atlantis બીચ સાઈડ, રિસેપ્શન માટે Atlantis Ballroom હોટલ બુક કરાવવામાં આવી હતી. જ્યારે મહેંદી સેરેમનીનું આયોજન દુલ્હનના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.

રોયલ વેડિંગ સેરેમની માટે જાણીતા દુબઈના Atlantisના સુંદર બીચ સાઈડ પર મોડી સવાર અને બપોરના સમયના સૂર્ય પ્રકાશના કારણે એક અલગ જ પ્રકારનો મેજીકલ માહોલ જોવા મળે છે. એપ્રિલ મહિનામાં યોજાયેલા ભાવિક અને લક્ષ્મીના ગ્રાન્ડ વેડિંગ માટે અહીંનું વાતાવરણ ચાર ચાંદ લગાવતું હતું. એટલું જ નહીં વેડિંગ સેરેમની સ્થળ પર વરરાજો Rolls Royceમાં પહોંચ્યો હતો.

આવો હતો સંગીતના માહોલ

- દુબઈની Pullman Hotelમાં યોજાયેલી સંગીત સેરેમનીમાં લક્ષ્મી સુંદર લાઈમ ગ્રીનના લહેંગામાં જોવા મળી હતી.
- જ્યારે ભાવિક બ્લેક કલરની શેરવાનીમાં સિમ્પલ સાથે હેન્ડસમ લાગી રહ્યો હતો.
- સુંદર રીતે આયોજન કરાયેલી સંગીત સેરેમનીમાં મિત્રો અને પરિવાર દ્વારા દેશી બીટ્સ પર ડાન્સ કરવામાં આવ્યો હતો.
- બીજી તરફ સંગીત સેરેમનીને આધુનિક ટચ આપવા માટે બેલે અને સોલો ડાન્સનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું.
 
(આગળ વાંચો કેવો હતો ગ્રાન્ડ વેડિંગનો માહોલ, દુબઈની Atlantis Ballroom ખાતે યોજાયું રિસેપ્શન) (ફોટો સૌજન્ય: weva, ફેસબુક)
(Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gujarati Couple Bhavik And Lakshmi Grand Wedding in Dubai's Hotel
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended