Home »NRG »Middle East» Gujarati Anilbhai Dhanak Owner Of Worlds Largest Gold Ring Dubai

દુબઈઃ વિશ્વની સૌથી મોટી 64 કિલોની સોનાની વીંટીનો માલિક છે આ ગુજરાતી ઝવેરી

divyabhaskar.com | Apr 26, 2017, 15:02 PM IST

દુબઈઃભારત સહિત સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓની છાપ વેપારી તરીકેની રહી છે. વિશ્વના કોઈપણ ખૂણે ગુજરાતીઓ જાય ત્યાં તેઓ પોતાની આવડત અને સાહસ દ્વારા થોડા જ વર્ષોમાં દૂધમાં સાકર ભળે તેમ ભળી જાય છે. ખાડી દેશ દુબઈમાં પણ ઘણા ગુજરાતીઓ સારા ધંધા-રોજગાર અર્થે જઈને વસ્યા છે, પરંતુ તેમાં મૂળ અમરેલીના બગસરાના વતની અને દુબઈના ગોલ્ડ માર્કેટ ગોલ્ડ સુકમાં કાન્ઝ જ્વેલર્સ નામે શો રૂમ ધરાવતા અનિલભાઈ ધાણકની વાત અનોખી છે. ગુજરાતના પૂર્વ ધારાસભ્યના પુત્ર એવા અનિલભાઈ પાસે વિશ્વની સૌથી મોટી સોનાની વીંટી છે. જેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળેલ છે. divyabhaskar.com સાથે થયેલી વાતચીત દરમિયાન અનિલભાઈએ પોતાના શો-રૂમ તથા વીંટી તથા તેમના જીવન વિશે કેટલીક રસપ્રદ વાતો જણાવી હતી.
 
અનિલભાઈ પાસે રહેલી 64 કિલોની વીંટી જોવા માટે દેશ-વિદેશની સેલિબ્રિટીઓ, ક્રિકેટરો તથા અનેક મોટીઓ હસ્તીઓ આવી ચૂકી છે. ઉપરાંત ઘણી બોલિવૂડ ફિલ્મો પણ અહીંયા ફિલ્માવવામાં આવી છે. આ અનોખી સોનાની વીટીંને જોવા તથા તેની સાથે ફોટો ખેંચાવવા માટે દરરોજે અહીંયા ભારે ભીડ જોવા મળે છે. 
 
આગળ વાંચોઃ કેવી રીતે બગસરાના અનિલભાઈ ધાણકે દુબઈના ગોલ્ડ માર્કેટમાં મેળવી નામના...
(Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gujarati Anilbhai dhanak owner of worlds largest gold ring Dubai
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended