Home »NRG »Middle East» For Indians Dubai Activates Visa On Arrival Facility From 1st May

71 દેશો ભારતીય પાસપોર્ટ ધારકને આપે છે વિઝા-ઓન-અરાઇવલ, ગુજરાતીઓ માટે છે ખાસ

divyabhaskar.com | May 14, 2017, 17:56 PM IST

  • દુબઈમાં ભારતીયો માટે વિઝા ઓન અરાઈવલ
દુબઈઃવિઝાનું નામ પડે અને ગુજરાતીઓનું ધ્યાન ન ખેંચાઇ એવું તો બનતું હશે. વિશ્વના અનેક દેશોમાં ગુજરાતીઓ સ્થાયી થઇ ડંકો વગાડી રહ્યા છે. આ સાથે વિદેશમાં ફરવા જવાનો ચસ્કો પણ ગુજરાતીઓમાં ધીમે ધીમે વધી રહ્યો છે. જોકે, ગુજરાતીઓના આ શોખ આડે વિઝાનો પ્રશ્ન ખૂબ નડી રહ્યો છે. પરંતુ અમે તમને અહીં એવા કેટલા દેશોની યાદી આપીશું, જ્યાં જવા માટે વિઝાની જરૂર પડતી નથી અથવા જે-તે દેશમાં એરપોર્ટ પર ઉતરો એટલે તરત જ વિઝા આપી દેવામાં આવે છે.
 
 
1લી મેથી દુબઈમાં વિઝા ઓન અરાઈવલની સુવિધા થઈ સક્રિય
 
અમેરિકન વિઝા ધારક અથવા અમેરિકન ગ્રીન કાર્ડ ધરાવતા ભારતીયો માટે દુબઈએ વિઝા ઓન અરાઈવલની સુવિધા સક્રિય કરી છે. 1લી મેથી આ સુવિધા શરૂ કરતા દુબઈમાં માન્ય અમેરિકન વિઝા મેળવેલા પ્રથમ ભારતીય પાસપોર્ટ ધારકનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 1લી મેના રોજ આગમન થતા તેને વિઝા આપવામાં આવ્યા હતા. ગલ્ફ ન્યૂઝ પ્રમાણે, દુબઈ સ્થિત જનરલ ડાયરેક્ટોરેટ ઓફ રેસિડેન્સી એન્ડ ફોરેનર્સ એફેર્સ(GDRFA)એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ભારતીય નાગરિક પહોંચ્યાની એક તસવીર પોસ્ટ કરી છે. ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોશિએશન મુજબ  હાલ કુલ 71 દેશો અને પ્રદેશો ભારતીય પાસપોર્ટ હોલ્ડરને અમુક શરતોને આધારે વિઝા-ફ્રી કે વિઝા-ઓન-અરાઇવલની સુવિધા આપે છે.
વિઝા 14 દિવસ ગણાશે માન્ય
 
GDRFAએ કહ્યું કે, અમેરિકન માન્ય વિઝા મેળવેલા ભારતીય પાસપોર્ટ ધારકો માટે 6 મહિના માટે નવી વ્યવસ્થા લાગૂ થયાના પ્રથમ દિવસે અમારા અધિકારીઓએ દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવેલા ભારતીય પ્રવાસીનું સ્વાગત કર્યું હતું. પ્રાપ્ત અહેવાલો અનુસાર, અધિકારીઓએ પ્રવાસીની ઓળખાણ આપી નથી. માર્ચના પ્રારંભમાં યુએઈ મંત્રીમંડળે એ ભારતીય પાસપોર્ટ ધારકોને વિઝા આપવાની મંજૂરી આપી હતી, જેમની પાસે કાં તો માન્ય અમેરિકન વિઝા હોય કાં તો ગ્રીન કાર્ડ હોય. એમ પણ કહેવામાં આવ્યું કે, વિઝા 14 દિવસો માટે માન્ય ગણાશે, અને તેને એક વાર ફરી વધારે 14 દિવસ માટે વધારી શકાય છે.
 
 
કેટલા દેશો ભારતીય પાસપોર્ટ ધારકને આપે છે વિઝા-ઓન-અરાઇવલ? રસપ્રદ વિગતો જાણવા તસવીરો બદલતાં જાવ
(Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: For Indians Dubai Activates Visa On Arrival Facility from 1st may
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended