Home »NRG »Middle East» First Indian Couple To Marry At The Burj Al Arab Terrace Dubai

દુબઈની 7 સ્ટાર Burj Al Arab હોટેલમાં યોજાયા ગુજરાતીના લગ્ન, જુઓ તસવીરો

divyabhaskar.com | Feb 28, 2017, 11:51 AM IST

દુબઈઃદરેક યુવક અથવા યુવતિ પોતાના લગ્ન એવી રીતે કરવા માંગતા હોય છે કે જેની ચર્ચા આખી દુનિયામાં થાય પરંતુ કમનસીબે દરેક આ લહાવો લઈને તેમના સપનાને હકીકતમાં ફેરવી શકતા નથી. પરંતુ  ગુજરાતી મૂળના વિવેક ભાટીયા અને શ્રુતિએ તેમના અનોખા લગ્ન કરવાના સપનાને સાકાર કરી બતાવ્યું છે. વિવેક ભાટીયા અને શ્રુતિએ એકબીજા સાથે લગ્ન ગ્રંથિએ જોડાવવા માટે માત્ર દુબઈની વૈભવી હોટલ નથી પસંદ કરી પરંતુ તેઓ પહેલા એવા દંપતી બની ગયા છે જેમના લગ્ન દુબઈની સેવન સ્ટાર હોટલ બુર્જ અલ અરબના ટેરેસ પર થયા હોય.
- હોટેલના રૂમનું ભાડું 1.85 લાખથી 13 લાખ

- આ હોટલનું ટેરેસ સપ્ટેમ્બર,2016માં જ પબ્લિક માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
- બુર્જ અલ અરબ હોટલમાં વન બેડરૂમ સ્યુટનું ભાડું AED 10,000(આશરે 1,85,082 રૂપિયા) છે.
- જ્યારે લક્ઝુરીયસ રોયલ બેડરૂમ સ્યુટનું ભાડું AED 70,000 (આશરે 12,95,577 રૂપિયા) છે.
- જો કે બુર્જ અલ અરબના ટેરેસ પર લગ્ન કરનાર આ કપલ કઈ હોટલમાં રોકાયું હતું અને ટેરેસનું કેટલું ભાડું છે, તે અંગે કોઈ જાણકારી મળી નથી.
 
 
સ્પેશિયલ ડેને બનાવ્યો એક્સ્ટ્રાઓર્ડિનરી ડે

- કન્યા અને વરરાજાને આ દિવસ યાદગાર બનાવવા માટેની અહીંયા તમામ વસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
- કપલની યાદીમાં સૌથી ટોચમાં રહેલી વસ્તુઓને પહેલા પ્રાથમિકતા આપવામાં આવે છે.
- જો કે, વિવેક અને શ્રુતિએ તેમના સ્પેશિયલ દિવસને એક્સ્ટ્રાઓર્ડિનરી દિવસ બનાવવામાં કશું બાકી રાખ્યું નહોતું.
- કપલના આઈકોનિક સેવન સ્ટાર હોટલમાં 17 ડિસેમ્બર, 2016ના દિવસે લગ્ન યોજાયા હતા
- દુબઈ બેઝ્ડ ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ઈવેન્ટ ચિક ડિઝાઈનરે મદદ કરી હતી.
 
આવી હતી લગ્નની થીમ

- લગ્નની થીમ કપલની પસંદગી પ્રમાણે રાખવામાં આવી હતી.
- જેમાં રોમેન્ટિક ક્લાસિક અને ઘણા વ્હાઈટ તથા ઓફ-વ્હાઈટ્સ અને આછા કેસરી રંગના ફૂલો દ્વારા તૈયાર કરવામાં આવી હતી.
- સાથે સાથે લગ્ન સ્થળનો દેખાવ નયનરમ્ય બનાવવા માટે અદભૂત ક્રિસ્ટલ ક્લાઉડ્સ અને રંગબેરંગી ફૂલોનો ઉપયોગ થયો હતો.
- આ ઈવેન્ટમાં 500 મહેમાનોએ હાજરી આપી હતી, આખી રાત ઈન્ડિયન બેન્ડ વગાડવામાં આવ્યું હતું.
 
આગળ વાંચોઃ કપલની એન્ટ્રી હતી ઈવેન્ટનું આકર્ષણ....
(તસવીરોઃ સૌજન્ય ફેસબુક)
(Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: first Indian Couple To Marry At The Burj Al Arab Terrace dubai
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended