Home »NRG »Middle East» Dubai Over A Lakh Celebrate Shivaratri At The Shiva Mandir

1 લાખથી વધુ ભક્તો દ્વારા દુબઈમાં શિવરાત્રીની ભવ્ય ઉજવણી, લાગી લાંબી કતારો

divyabhaskar.com | Feb 25, 2017, 12:18 PM IST

  • બુર્જ દુબઇમાં આવેલા જૂના શિવ મંદિરમાં હર હર મહાદેવ અને ઓમ નમઃશિવાયના જાપ સાથે પરિસર ગુંજી ઉઠ્યું
દુબઈઃમહાશિવરાત્રી પર્વની ભારતમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. દરેક શિવ મંદિરોમાં ભક્તોની લાંબી કતારો દિવસ દરમિયાન જોવા મળી હતી. ત્યારે દુબઈમાં પણ મહાશિવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. હજારો ગુજરાતી એનઆરઆઈ સિવાય અન્ય ભારતીયો તથા મોટી સંખ્યામાં નેપાળીઓએ પણ શુક્રવારે દુબઈમાં શિવરાત્રીની ઉજવણી કરી. શિવરાત્રી પર્વના કારણે શુક્રવારે સાપ્તાહિક રજા હોય તેમ લાગી રહ્યું હતું.
 
બુર્જ દુબઇમાં આવેલા જૂના શિવ મંદિરમાં હર હર મહાદેવ અને ઓમ નમઃશિવાયના નાદ સાથે  મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. સ્થાનિક મીડિયા પ્રમાણે શિવરાત્રીના પર્વએ દિવસ દરમિયાન અંદાજે એક લાખથી વધુ શિવભક્તોએ દર્શનનો લ્હાવો લીધો હતો. આ માટે દુબઈ પોલીસતંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ શિવમંદિર યુએઈમાં આવેલું એક માત્ર હિન્દૂ મંદીર છે. જે Souq Al Banian(Baniya community of India) ખાતે સ્થિત થયેલ છે. આ મંદિર શાસક શેખ રશિદ અલ મેક્ટમની પરવાનગી બાદ 1958માં સિંધ અને ગુજરાતની વેપારી પ્રજા દ્વારા બનાવવામાં આવ્યું હતું.
 
(તસવીરો તથા વિગતો અમારા દુબઈના વાંચક દ્વારા મોકલવામાં આવી છે, જો તમે પણ વિદેશમાં રહેતા હોવ તો તમે પણ આવી કોઈ ઈવેન્ટની તસવીરો તથા વિગતો અમારા ઈમેઈલ આઈડી dbnri@dainikbhaskar.com પર મેઈલ કરી શકો છો.)
 
આગળ જુઓઃ UAEમાં આવેલા એક માત્ર હિન્દુ મંદિરની વધુ તસવીરો...
(Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Dubai Over a lakh celebrate Shivaratri at the Shiva Mandir
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended