Home »NRG »Middle East» Dubai Based NRI Businessman Gets 2000 Notes Worth Rs 160000

NRI બિઝનેસમેન પાસે કેવી રીતે આવી રૂ. 2000ની 1.60 લાખ કિંમતની નોટો?

divyabhaskar.com | Nov 15, 2016, 15:02 PM IST

  • 20 રૂપિયાની નવી નોટો સાથે લતીફ
અમદાવાદઃસરકાર દ્વારા 8 નવેમ્બરના રોજ મધરાતથી 500-1000ની નોટબંધ કરી દીધા બાદ દેશવાસીઓને ઘણી મુશ્કેલી વેઠવી પડી રહી છે. પોતાની રોજિંદી જરૂરિયાતને પૂરી કરવા માટે લોકો એટીએમ અને બેંકોની બહાર લાંબી-લાંબી લાઈનો લગાવી રહ્યા છે. દેશની પ્રજા જ્યારે 2000 અને 4000 રૂપિયા માટે વલખા મારી રહી છે, ત્યારે દુબઈમાં રહેતા એક ભારતીય બિઝનેસમેને 2 હજારની નવી નોટોથી 1 લાખ 60 હજાર રૂપિયા જમા કર્યા છે. 1.60 લાખ કિંમતની નવી નોટો સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા અનેક પ્રકારની અટકળો શરૂ થઈ ગઈ છે.
 
લતીફ પાસે છે 1,60,000ની નવી 2000 રૂપિયાની નોટો...

- દુબઈમાં રહેતા મૂળ ભારતીય એમ.કે. લતીફ ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી 2000 રૂપિયાની નવી નોટોને લઈને ચર્ચામાં છે. 
- ખલીઝ ટાઈમ્સ પર ચાલી રહેલા સમચાર પ્રમાણે, આ કારોબારી પાસે રૂપિયા 1,60,000ની નવી 2000 રૂપિયાની નોટો છે. 
- જો કે, આ વાતની કોઈ સત્તાવાર પૃષ્ટિ કરવામાં આવી નથી. 
- નોંધનીય છે કે લતીફ આ પહેલા પણ વિવિધ દેશોની નોટો એકઠી કરવાના મામલે ચર્ચામાં આવી ચૂક્યા છે. 
 
લતીફને આ રીતે મળી 2000ની નવી નોટો...

- લતીફે જણાવ્યું કે, તેણે નવી દિલ્હી, મુંબઈ, કેરળના અમુક જીલ્લાઓમાંથી નોટોને એકઠી કરી હતી. 
- વધુમાં તેણ જણાવ્યું કે, 'કેરળમાં કોઈ હું મારા કામથી આવ્યો હતો અને હું બે હજારની નવી નોટોને મારા ખિસ્સામાં રાખવાનું કેવી રીતે મિસ કરી શકું.'
- લતીફે એક મીડિયા સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું કે, 'મેં મારા ઘણા મિત્રોની મદદથી આ નોટોને હાંસલ કરી છે.' 
- 'બધાએ 2500 હજાર રૂપિયા મને આપ્યા અને તે રીતે 1,60,000 રૂપિયા જમા કર્યા.' 
 
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કર્યું ટ્વિટ

- આ સમચારને લઈને પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરૂરે પણ ટ્વિટ કર્યું છે. 
- નોંધનીય છે કે, એમ.કે. લતીફ કેરળના કોઝિકોઝના રહેવાસી છે.
 
કરન્સીને લઈને લતીફને છે અનોખો શોખ

- વિવિધ દેશોની કરન્સી એકઠો કરવાનો લતીફને અનોખો શોખ છે અને તે ખાસ પ્રકારના નંબરની શોધમાં હંમેશા હોય છે. 
- તેને નોટો પર લખેલો ફેન્સી નંબર ઘણો ગમે છે. તેમના આ શોખ બાદમાં કલેક્શનના રૂપમાં પરિવર્તિત થઈ ગયો. 
- જે રીતે લોકોને સ્ટેમ્પ એકઠા કરવાનો શોખ હોય છે તેમ લતીફને કાયમ આવી ઈન્ડિયન કરન્સી એકઠી કરવાનો શોખ રહ્યો છે. 
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો લતીફ પાસે છે PM મોદી અને દુબઈના શાસક સહિત અનેકના જન્મ તારીખની નોટ, જુઓ નોટ કલેક્શનની તસવીરો...
(Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Dubai based NRI businessman gets 2000 notes worth Rs 160000
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended