Home »NRG »Middle East» Dubai Based Gujarati Businessman Firoz Merchant Who Pledged Rescue Prisoners

દુબઈઃઆ ગુજ્જુ દેવાદાર થયેલાને કરે છે નાણાકીય મદદ, કરોડોના ખર્ચે છોડાવ્યા છે 4500 કેદીને

divyabhaskar.com | Feb 26, 2017, 17:22 PM IST

યુએઈઃઆજના ફાસ્ટ યુગમાં કોઈની પાસે એટલો સમય પણ નથી કે તેઓ બીજાના પર ધ્યાન આપે, તેવામાં અન્યો પાસેથી મદદની આશા રાખવી પણ નકામી છે. પરંતુ ગુજરાતીઓની વાત કંઈક અલગ જ છે, જેઓ પોતાના કરતા અન્યનું પહેલા વિચારે છે અને મુશ્કેલીના ફસાયેલા લોકોની મદદ કરવા માટે હંમેશા મોખરે રહેતા હોય છે. એવા જ એક ગુજરાતી મૂળના ઉદ્યોગપતિ છે ફિરોઝ મરચન્ટ. ગરીબ પરિવારમાંથી આવતા ફિરોઝ આજે દુબઈના દિગ્ગજ બિઝનેસમેન છે. જેઓએ દેવાના કારણે જેલમાં બંધ 4500 જેટલા કેદીઓની કાયદાકીય અને આર્થિક મદદ કરીને તેમને જામીન અપાવ્યા છે અને તેમનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે.
 
યુએઈમાં આર્થિક મંદીના કારણે મોટી સંખ્યામાં લોકોએ પોતાની નોકરી ગુમાવી હતી, જેના કારણે લોકો દેવાદાર બની ગયા અને તેમને જેલમાં જવું પડ્યું હતું. તેવા લોકોને ફિરોઝ મરચન્ટ કાયદાકીય અને આર્થિક મદદ ઉપલબ્ધ કરાવી રહ્યા છે. આ કામ માટે તેમણે અત્યાર સુધી કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા છે. ફિરોઝ પ્યોર ગોલ્ડ જવેલર્સના સ્થાપક છે. 
 
આગળ વાંચોઃ બિઝનેસમેનની સાથે સાથે પરોપરકારી ફિરોઝ મરચન્ટની સંઘર્ષ ગાથા...
(Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Dubai based gujarati businessman Firoz Merchant who pledged rescue prisoners
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended