Home »NRG »Middle East» Celebrate Holi With RAFTAAR By Rang De At Wonderland Theme Park

દુબઈમાં ગત હોળીએ આવો હતો માહોલ, રેપર સિંગર સાથે ગુજરાતી ફૂડની મોજ

divyabhaskar.com | Feb 26, 2017, 15:13 PM IST

  • ગત હોળીએ યોજાયેલી ઈવેન્ટની તસવીર
દુબઈઃગુજરાતીઓ સૌથી વધુ એકતા ક્યારે દેખાય ખબર છેને! રંગે ચંગે ઊજવાતા તહેવારોમાં ગુજરાતીઓની મિજાજ-મસ્તી-માહોલ અને મૂડ કંઈક અલગ જ હોય છે. હોળીને તો હજુ ઘણા દિવસોની વાર છે પણ અત્યારથી હોળી ઊજવવાનાં આયોજનો ભારત ઉપરાંત વિેદેશોમાં ઘડાઈ રહ્યાં છે. દુબઈના અમારા વાંચક દ્વારા અમને વિગતો તથા ગત વર્ષે તહેવાર પ્રસંગે યોજાયેલી ઈવેન્ટની તસવીરો મોકલવામાં આવી છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ 10 માર્ચ, 2017ના રોજ દુબઈમાં આવેલા વન્ડરલેન્ડ થીમ પાર્ક ખાતે હોળી ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવશે. 
 
મન મુકીને નાચવાનો, દુખદર્દ ભૂલી રંગબેરંગી રંગમાં રંગાવાનો અને મતભેદ ભૂલીને મનમેળ સાધવાનો તહેવાર એટલે હોળી. હોળીના દિવસે યોજાઈ રહેલા આ કાર્યક્રમમાં રેપર/સિંગર રફતાર હાજર રહેવાનો છે, તે પોતાના રેપ સોન્ગ થકી દુબઈમાં વસતા એનઆરઆઈને ડોલાવશે અને રંગબેરંગી કલરોથી એકબીજાને રંગવામાં આવશે. આ ઉપરાંત આ દિવસે ગુજરાતી વાનગીઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રંગ દે ઓર્ગેનાઈઝેશન હેઠળ આ કાર્યક્રમ 12મી વખત યોજાવા જઈ રહ્યો છે. ગત વર્ષે યોજાયેલા કાર્યક્રમ જાણિતા રેપર/સિંગર યો યો હની સિંહે દુબઈવાસીઓને ડોલાવ્યા હતા. 
 
આગળ જુઓઃ વાંચક દ્વારા મોકલવામાં આવેલી વધુ તસવીરો, ગત વર્ષે આમ કરી હતી ઉજવણી
(Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: celebrate Holi with RAFTAAR by Rang De at Wonderland Theme Park
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended