Home »NRG »Middle East» Brave Patel Women Chased Two Machete-Wielding At Winsford Cheshire Shop

ઈંગ્લેન્ડ: પટેલ મહિલાની બહાદૂરી, હથિયારધારી લૂંટારૂઓનો ખુરશીથી કર્યો સામનો

divyabhaskar.com | Oct 30, 2016, 14:26 PM IST

  • હેમલતા પટેલે સ્ટીલની ખુરસીથી લૂંટારૂઓનો સામનો કર્યો
ચેશાયર:ઈંગ્લેન્ડનાં ચેશાયરના વિન્સફોર્ડની એક શોપમાં મોટા છરા સાથે આવેલા બે લૂંટારૂઓનો હેમલતા પટેલ નામની મહિલાએ બહાદૂરીથી સામનો કર્યો હતો. ઘટના અંગેની જાણકારી અનુસાર, 21 ઓક્ટોબરે સવારે 10 વાગ્યા આસપાસ મોં પર કાળા કલરના માસ્ક લગાવેલા બે લૂંટારૂઓ તલવાર જેવા મોટ હથિયાર સાથે શોપમાં પ્રવેશ્યા હતા. એક લૂંટારૂઓ શોપમાં થોડી તોડફોડ કરી હતી. જો કે બહાદૂર શોપ માલિક મહિલાએ ‘આગળ ના વધશો’ કહીં સ્ટીલની ખુરશી સાથે લૂંટારૂઓની પાછળ દોટ મુકી હતી. મહિલાને બહાદૂરી પૂર્વક સામનો કરતા જોઈને લૂંટારૂઓ શોપમાંથી ભાગી છુટ્યા હતા. શોપના સીસીટીવીમાં આ સમગ્ર ઘટના કેદ થઈ હતી.

- બહાદૂર પટેલ મહિલા બે બાળકોની દાદી

- વિન્સફોર્ડ ખાતેના K&L Newsagents સ્ટોરમાં જ્યારે હથિયાર સાથે લૂંટારૂઓ આવ્યા તે દરમ્યાન બહાદૂર હેમલતા પટેલના પતિ ધીરૂભાઈ અને તેની બે પૌત્રી ઝૂરી અને ઈમી શોપના પાછળના ભાગે હતા.
- હેમલતા અને તેના પતિ ધીરૂભાઈ પટેલે 1984માં શોપની શરૂઆત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, આ પહેલા આવી કોઈ ઘટનાનો અનુભવ નથી થયો.
- લૂંટારૂઓ પ્રત્યે માફીની લાગણી અનુભવતા હોવાનું પણ હેમલતા પટેલે જણાવ્યું હતું.
- ચેશાચર પોલીસે ઘટના બાદ 16 અને 14 વર્ષના બે ટીનેજર્સને ઝડપી પાડ્યા છે. જેઓને જામીન પર છોડી મુકવામાં આવશે.
 
આગળ જુઓ વધુ તસવીરો....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: brave Patel women chased two machete-wielding at winsford Cheshire shop
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext