Home »NRG »Middle East» The Beauty Of Father-Daughter Relationship Father Also Accompanied Tonsile For Daughter

ગુજરાતીએ દુબઈમાં જાળવ્યું સંબંધનું સૌંદર્યઃ પુત્રીને કંપની આપવા પિતાએ કરાવ્યુ મુંડન

divyabhaskar.com | Apr 22, 2017, 09:56 AM IST

  • ગુજરાતની બહાર રહીને પણ આપણી સંસ્કૃતિ જાળવવી જરૂરી: પિતા
દુબઈઃવિદેશમાં સ્થાયી થયેલા ગુજરાતીઓ પોતાના સંસ્કાર ક્યારેય ભૂલતા નથી. વિદેશમાં રહીને પણ પોતાની સંસ્કૃતિને વળગી રહે છે તથા તમામ પરંપરાઓ વિધિવત પૂર્ણ કરે છે. હિન્દુ ધર્મ પદ્ધતિઓમાં મુંડન સંસ્કાર પણ એક મહત્વપૂર્ણ પરંપરા છે. દુબઈમાં સ્થાયી થયેલા પરિવારે તેમની પુત્રીની મુંડન ક્રિયા તો કરાવી પણ પુત્રી સાથે તેના પિતાએ પણ મુંડન કરાવ્યું છે. divyabhaskar.com સાથે વાત કરતા પિતા કહે છે કે, 'સંસ્કૃતિને બરકરાર રાખીને દીકરીની ઈચ્છા પૂરી કરવા તેમજ stereotype thinking તોડવા પોતે પણ મુંડન કરાવ્યું છે. ગુજરાતની બહાર રહીને પણ આપણી સંસ્કૃતિ જાળવવી જરૂરી છે.'
 
રાજકોટના રાઠોડ પરિવારની અનોખી પહેલ

મૂળ રાજકોટના રહેવાસી રવિ રાઠોડ તથા તેમની પત્ની ભાવિશા રાઠોડ છેલ્લા 3 વર્ષથી દુબઈમાં રહે છે. રવિ દુબઈમાં ખાનગી કંપની સારી પોસ્ટ પર જોબ કરે છે જ્યારે ભાવિશા ગૃહિણી છે. તેમને 2 વર્ષીય પુત્રી માર્વિશા છે, જેનું તાજેતરમાં મુંડન કરાવ્યું હતું. એક પુત્રી માટે તેનો પિતા હંમેશા આદર્શમૂર્તિ હોય છે. પોતાનાં પિતા આગળ દરેક પુરૂષ તેને વામણાં લાગે છે. પુત્રી માટે પિતાનો સાથ એક હુંફ, સલામતિ છે. બસ આ જ હેતુથી પુત્રીનું મુંડન કરાવ્યા બાદ પિતાએ પણ તેને ખુશ રાખવા માટે મુંડન કરાવી દીધું છે. હવે મસ્તીખોર માર્વિશા જ્યારે તેના પિતાનું મુંડન જોવે છે ત્યારે ખુબ જ ખુશ થાય છે. 
 
શું કહે છે માર્વિશાના પિતા?

વાતચીત દરમિયાન માર્વિશાના પિતા રવિ રાઠોડે કહ્યું કે, 'સામાન્ય રીતે આપણી પરંપરા પ્રમાણે બાળકનું એકવાર મુંડન તો કરાવવાનું જ હોય છે. મેં મારી પુત્રીને કંપની આપવા માટે મુંડન કરાવ્યું છે. મારી પુત્રીનું મુંડન કરાવ્યા બાદ તે પણ મને કહેતી હતી કે, ડેડી હવે તમારો વારો જેથી મેં પણ મારી પુત્રીની ઈચ્છા પૂરી કરવા મુંડન કરાવી દીધું.' વધુમાં તેમણે કહ્યું કે, 'સંસ્કૃતિને બરકરાર રાખવા અને દીકરીની ઈચ્છા પૂરી કરવા તેમજ stereotype thinking તોડવા પોતે પણ મુંડન કરાવી દીધું છે. ગુજરાતની બહાર રહીને પણ આપણી સંસ્કૃતી જાળવી રાખવી જરૂરી છે.'
 
શું છે મુંડન ક્રિયા?

આપણી બહુ જુની માન્યતા છે છોકરા કે છોકરી નો જન્મ થાય એટલે થોડા સમય પછી એનુ મુંડન કરવામાં આવે છે. વાસ્તવમાં મુંડન ક્રિયા આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે. માટે તેની પાછળના વિજ્ઞાનને સમજવું પણ જરૂરી છે. બાળક માતાના ગર્ભમાં હોય છે ત્યારે તેના માથાના વાળમાં અસંખ્ય કીટાણુઓ હોય છે. જેને સાધારણ રીતે ધોવાથી તે નાશ પામતા નથી. માટે એકવાર બાળકનું મુંડન આવશ્યક છે. હિન્દુ ધર્મ પદ્ધતિઓમાં મુંડન સંસ્કાર એક મહત્વપૂર્ણ પરંપરા છે.  
 
આગળ જૂઓઃ પિતા અને પુત્રીની વધુ તસવીરો...
(Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: The beauty of father-daughter relationship father also accompanied Tonsile for daughter
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended