Home »NRG »Middle East» Aditya Patel Will Compete In Blancpain GT Series Asia

આ પટેલે મલેશિયામાં જીતી સિરીઝની પ્રથમ રેસ, છે ભારતનો સૌથી ફાસ્ટ ડ્રાઈવર

divyabhaskar.com | Apr 09, 2017, 16:26 PM IST

  • આદિત્ય પટેલનો પરિવાર મૂળ વડોદરાનો છે
એનઆરજીડેસ્કઃભારતીય રેસ ડ્રાઈવર આદિત્ય પટેલ અને તેની મલેશિયન ટીમના સાથી મિચ ગિલ્બર્ટે શનિવારે મલેશિયા ઉદ્ઘાટન બ્લેંપેન જીટી સિરીઝ એશિયાની પહેલી રેસ જીતી લીધી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર ગિલ્બર્ટે દિવસમાં પહેલા પોલ પર ક્વોલિફાઈ થઈ ગયો હતો. 2.04.1 સેકન્ડનો લેપ ટાઈમ સેટ કર્યો હતો. હવે પછીની રેસ મે 20/21ના રોજ ચાંગ ઈન્ટરનેશનલ સર્કિટ થાઈલેન્ડમાં યોજાશે.
 
ઓડીએ આદિત્યના નામની કરી હતી જાહેરાત
 
જર્મનીની કાર ઉત્પાદક કંપની ઓડીએ જાહેરાત કરી છે કે, ભારતીય રેસર આદિત્ય પટેલ બ્લેંસ્પૈન જીટી સિરીઝ એશિયામાં ભાગ લેશે. ઓડી આર 8 એલએમએસ એશિયા કપમાં આદિત્યના બેલ્ટ હેઠળ આ બીજી મજબૂત સિઝન છે. આ પ્રસંગે આદિત્ય પટેલે ઓડી ઈન્ડિયાને છેલ્લા પાંચ વર્ષમાં તેને સમર્થન આપવા બદલ આભાર માન્યો હતો. તેણે એમ પણ જણાવ્યું છે કે, બ્લેંસ્પૈન જીટી સિરીઝ વિશ્વની મુખ્ય રેસિંગ ચેમ્પિયનશીપમાંની એક છે અને તે હકીકતમાં ભાગ લેવા માટે ઉત્સુક છે.
 
2016માં ભારચની ટોપ સ્પીડનો નોંધાવ્યો હતો રેકોર્ડ

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016માં આદિત્યએ પોતાની ઓડી આર 8 એલએમએસ એશિયા કપ સ્પર્ધામાં એક ઉંચા સ્તરે પહોંચીને પૂર્ણ કરી હતી. તેણે તે સ્પર્ધામાં પોતાની Audi R8 v10 Plus કારે 332.2 કિમી/કલાકનો ભારતની ટોચની સ્પીડનો રેકોર્ડ નોંધાવ્યો હતો. આ પહેલા સ્પેનિશ ડ્રાઈવર જેમી અલગુએરસુઆરીએ ભારતમાં બુદ્ધ ઈન્ટરનેશનલ સર્કિટ પર પ્રતિ કલાક 324.2 કિલોમીટરની ઝડપે કાર ચલાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. રેકોર્ડ માટે હૈદરાબાદના આઉટર રિંગ રોડ પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. 2017 બ્લેંસ્પૈન જીટી સિરીઝ એશિયામાં એક સફળ લોકપ્રિય યુરોપિયન ચેમ્પીયનશીપની શરૂઆત છે. નોંધનીય છે કે, આ રેસના ઉદઘાટન સત્રએ વિશ્વના શ્રેષ્ઠ ઉત્પાદકોને આકર્ષિત કર્યા છે. જેમાં ઓડી, પોર્શ, લેમ્બોર્ગિની, ફેરારી, મર્સિડીઝ, બીએમડબલ્યૂ, એસ્ટન માર્ટિન અને મેકલેરન સામેલ છે. ચેમ્પિયનશીપ એપ્રિલ, 2017માં મલેશિયામાં શરૂ થશે.
 
આદિત્ય મૂળ ગુજરાતી

આદિત્ય પટેલનો પરિવાર મૂળ ગુજરાતના વડોદરાનો છે. ત્રણ પેઢી અગાઉ તેમના દાદા ધંધાર્થે તામિલનાડ઼ુ ગયા અને ત્યાં જ સ્થાયી થઈ ગયા. હાલ આદિત્ય ચેન્નાઈમાં રહે છે. આદિત્યના પિતાએ પંજાબી યુવતી અમિતા સાથે લગ્ન કર્યાં. આદિત્યના માતા વ્યવસાયે ઈન્ટિરિયર ડિઝાઈનર છે. ડિનર ટાઈમ ઈઝ ફેમિલી ટાઈમની પરંપરા આદિત્યે જાળવી રાખી છે. દાદાની જેમ પિતા પણ સારા કૂક છે. દાદાની જેમ પિતા જ ઘરનું ભોજન બનાવે છે. જ્યારે પણ કમલેશભાઈ ફોરેન જાય ત્યારે ત્યાંથી નવી-નવી રેસિપિઝ અને ઈન્ગ્રિડિયન્ટ્સ લાવે છે અને ઘરમાં તેનો પ્રયોગ કરે છે. આ આદત આદિત્યમાં પણ ઉતરી છે. 
 
આગળ સ્લાઈડ્સમાં વાંચો રેસનો કાર્યક્રમ...
(Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Aditya Patel will compete in Blancpain GT Series Asia
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended