Home »NRG »Middle East» Abu Dhabi Sheikh Says Jai Shree Ram In Morari Bapu Katha

અબુધાબીઃ મોરારી બાપુની કથામાં આરબો મંત્રમુગ્ધ, રમ્યા ગરબા અને બોલી ઉઠ્યા જય સિયારામ

divyabhaskar.com | Sep 29, 2016, 15:02 PM IST

  • રાસ ગરબા રમતા શેખ.
અબુધાબીઃનવ દિવસ યુનાઇટેડ આરબ અમિરાત (UAE)ના પાટનગર અબુધાબી શહેરમાં ચાલી રહેલી રામકથાની 25 સપ્ટેમ્બર રવિવારના રોજ પૂર્ણાહુતિ થઈ. નવ દિવસની કથા દરમિયાન ભજન અને રાસ ગરબાનો રંગ જામ્યો. ત્યા વસતા લોકો તેમના પરંપરાગત પોષાકમાં રાસ ગરબામાં એવા ખોવાઈ ગયા કે જાણે કોઈ અદ્રશ્ય શક્તિ તેમની પાસે નૃત્ય કરાવી રહી હોય. રામકથાની પૂર્ણાહુતિ પ્રસંગે રાજવી પરિવારના શેખ જય સિયારામ બોલી ઉઠ્યા સાથે સાથે તેમના કેબિનેટ મંત્રીઓ પણ 'જયસિયા રામ' બોલી ઉઠયા. 
 
આ બાબતોએ ખેચ
આ નવ દિવસની રામકથા વિશે કેટલીક બાબતો ધ્યાન ખેંચે  તેવી છે. રામકથાનું સ્થળ UAE પ્રેસિડેન્ટના સત્તાવાર મહેલની અતિ ભવ્ય ઇમારત એવા એમિરેટ પેલેસમાં આયોજન કરાયું હતું . દેશના રાજવી પરિવારના સભ્યો તેમજ દેશના જુદા જુદા વિભાગના કેબિનેટ મંત્રીઓએ કથામાં હાજરી આપી હતી અને ઉપસ્થિત શ્રોતાઓનું જય સિયા રામ કહીને સંબોધન કરવું એ પણ ખાસ નોંધનીય અને પ્રંશસા પાત્ર બાબત છે.  એક ખાસ ઉડી ને આંખે વળગે એવી બાબત એ હતી કે આ સમગ્ર કથાની તમામ રાજદ્વારી સંબધો તેમજ નાણાકીય જવાબદારી શ્રી આશિષ જગદીશભાઈ ઠક્કરના પરિવારે ઉપાડી હતી. આટલું કર્યું હોવા છતાં કોઈ જાતનો દેખાડો, પ્રચાર કે વ્યાપારિક ફાયદો ઉઠાવવાનું ક્યાંય નજરે નહોતું પડ્યું. તેઓ સામાન્ય શ્રોતાઓની વચ્ચે જ સામાન્ય ખુરશી કે સાવ નીચે જ બેસતા હતા. 
 
શેખે આપેલી સ્પીચના અંશો..

આમ તો પરમાત્માના સાથે સાક્ષાતકાર માટે તમે સીધો જ તેનો દરવાજો ખખડાવી શકો છો. પરંતુ ગુરૂ વાતમાં દક્ષ હોય છે કે પ્રભુ કેવા પ્રકારની પ્રાર્થનાથી વધારે ખુશ થાય છે. અને કયા દરવાજાથી જવાથી પ્રભુ ઝડપથી મળી જશે. એટલા માટે ગુરૂ માત્ર એક નજીવો પડદો છે ભક્ત અને પ્રભુ વચ્ચેનો... પડદો ઉઠ્યો અને પરમાત્માનો સાક્ષાતકાર થયો. આવા જ એક ગુરૂ એટલે પરમ પૂજ્ય મોરારી બાપુ. કે જે ભક્તિમાર્ગે પ્રભુના દર્શન કરાવી દે છે. કેમ જાણ તુલસીદાસનો જ પુનર્જન્મ લાગે છે. કારણ કે તુલસીદાસજી રામાયણ વાંચતા હતા ત્યારે હનુમાન સાક્ષાત રામ કથા સાંભળવા માટે આવતા હતા. તેવો જ ભાવ મોરારી બાપુમાં જોવા મળે છે... જેને સાંભળતા જો તમારી આંખોમાં અશ્રુધારા ન વહે તો સમજી લેવું કે તમારે સાંભળવામાં કંઈક ત્રુટિ રહી ગઈ છે. 
 
નવ દિવસ દરમિયાન થયા ડાયરા, સંતવાણી અને કવ્વાલીના કાર્યક્રમો

બાપુની રામકથા દરમિયાન સંતવાણીની સાથે સાથે લોકસાહિત્ય અને કળાના કાર્યક્રમો યોજાયા. જેમાં પાંચમા દિવસે ડાયરામાં ઓસમાન મીર, માયાભાઈ આહીર, દેવરાજ ગઢવી અને એક એવો સૂફી કલાકાર અનવર મિર હિન્દૂ અને મુસ્લિમને જોડવાની સૂફી સંતવાણી, કલાકારોની કવ્વાલી, શોભિત દેસાઈ અને મંડળીનો કવિ મુશાયરો જેવા કાર્યક્રમો પણ યોજાયા હતા.
 
અબુધાબીમાં મોરારી બાપુની કથામાં શેખોએ કરેલા રાસ ગરબાની એને રામકથા દરમિયાનની વધુ તસવીરો અને વીડિયો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Abu Dhabi sheikh says Jai shree Ram in Morari Bapu katha
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext