Home »NRG »Middle East» Aao Maari Saathe Gujarati Event In Dubai On 22 October

દુબઈ: ગુજરાતી ઈવેન્ટનું ભવ્ય આયોજન, આમંત્રિત મહેમાનો થયા મંત્રમુગ્ધ

divyabhaskar.com | Oct 25, 2016, 12:39 PM IST

દુબઈઃજેએસએસ ઈન્ટરનેશનલ સ્કુલના ઓડીટોરીલ ખાતે પહેલીવાર ‘આવો મારી સાથે’ નામની ગુજરાતી ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું. 22 ઓક્ટોબરના રોજ થયેલી આ ઈવેન્ટમાં ગુજરાતના કાજલ ઓઝા વૈદ્ય હાજર રહ્યા હતા. આ ઉપરાંત દુબઈની સ્થાનિક હસ્તીઓ તેમજ ઉદ્યોગપતિઓ પણ આ ઈવેન્ટમાં હાજરી આપી હતી. કાજલ ઓઝા વૈદ્યના પ્રોગ્રામમાં ટાંકણી પડે તો પણ અવાજ આવે એટલી શાંતિ હતી અને લોકો તેમને સાંભળવામાં મગ્ન થયા હતા. 
 
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ઈન્દુબેન શાહ, જમાલ ઓઝા વૈદ્ય, રોનિકા જીનેન્દ્ર, પીએચ ધકાન, હર્ષદભાઈ મહેતા, હસમુખ ધકાન, કિરણ જીનેન્દ્ર, આસિફ હુસેન દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો.
 
દુબઈમાં પહેલીવાર યોજાનારી આ ગુજરાતી ઈવેન્ટને સફળ બનાવવા માટે રોનિકા જીણોદ્રા ઔસમ ઈવેન્ટના ડાયરેક્ટર આયોજન કર્યું હતું. જેને ભરતભાઈ શાહ સફળ બનાવવા માટે સંપૂર્ણ સહકાર આપ્યો હતો. કાજલબેનના પ્રોગ્રામમાં ભાગ લેવા માટે લોકો શો ટાઈમ કરતા વહેલા આવીને પોતપોતાની જગ્યા લઈ લીધી હતી. સોની સમાજના વડા પીએચ દાદા જ્યારે સ્ટેજ પર આવ્યા ત્યારે અફસોસ વ્યક્ત કરતા જણાવ્યું કે, અમે અત્યાર સુધી ઘણા કાર્યક્રમો કર્યા, પરંતુ અત્યાર સુધી કાજલ બેનને ન કાર્યક્રમમાં ન બોલાવ્યા તે વાતનો અફસોસ છે.
 
ઉલ્લેખનીય છે કે રોનિકા જીણોદ્રાએ આ અગાઉ પર આશીકી 2 ફેમ મીથુન અને અરીજીત સિંગ તથા નવરાત્રિ ગણેશ ચતુર્થી જેવી અનેક ઈવેન્ટ સફળતાપૂર્વક પાર પાડી છે. દુબઈમાં 2015માં યોજાયેલી ગ્રેટ ઈન્ડિયન દાંડિયા ફેસ્ટિવલ જેવી ઈવેન્ટમાં અનેક જાણીતા કલાકારો અને હસ્તીઓએ હાજરી આપી હતી. આજ વર્ષ 2016માં યોજાયેલી દુબઈ દાંડિયા ફેસ્ટિવલમાં ફાલ્ગુની પાઠક સહિતના સિંગર્સ સાથે આ ગુજરાતીએ ઈવેન્ટ યોજી હતી.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ, કાર્યક્રમની વધુ તસવીરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Aao Maari Saathe Gujarati Event In Dubai on 22 october
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext