Home »NRG »Gujarat» Shri Swaminarayan Temple, Bharsar-Kutch Golden Festival Nagarayatra

સ્વામિનારાયણ મંદિરના સુવર્ણ મહોત્સવમાં NRI ભક્તોનું ઘોડાપૂર, તસવીરો

divyabhaskar.com | May 14, 2017, 10:21 AM IST

  • અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલીયા, યુ.કે., કેનેડા, યુ.એ.ઈ. આદિ રાષ્ટ્રોમાંથી આવ્યા ભક્તો
કચ્છ(સૂર્યકાંત જાદવા દ્વારા): રાષ્ટ્રીય પક્ષી મોરના અભયારણ્ય સમું કચ્છના ભારાસરમાં મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ – ભારાસર સ્વામિનારાયણ મંદિર સોહી રહ્યું છે. તેમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજના સુવર્ણ મહોત્સવમાં ચાર ચાર નવ ગજા ગજરાજો પર સ્વામિનારાયણ બાપા સ્વામીબાપા તથા સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની નીકળેલી ઐતિહાસિક અને અભૂતપૂર્વ નગરયાત્રામાં હજ્જારો પરદેશી – વિદેશી હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. 
 
અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલીયા, યુ.કે., કેનેડા, યુ.એ.ઈ. આદિ રાષ્ટ્રોમાંથી મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના અસંખ્ય સત્સંગીઓ સાથે સ્થાનિક ભારત રાષ્ટ્રના વિધ વિધ પ્રાંતોમાંથી હરિભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડ લંડન, બોલ્ટન, નાઈરોબી, અમેરિકા અને મણિનગર – ભારતના સ્કોટીશ ડ્રેસમાં સુસજ્જ યુવા સત્સંગીઓએ મધુર કીર્તનોની સૂરાવલીઓ રેલાવી દર્શકોને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. વિવિધ ભાષી અને ટ્રેડીશનલ ડ્રેસમાં સુશોભતા હરિભક્તોનો આનંદ અનેરો દીસતો હતો. 
 
ચાર ચાર નવ ગજા ગજરાજો- હાથીઓ, નોબત વાદન કરતો ઊંટસ્વાર, ઘોડાઓ, વિશાળ ફલોટ્સ, બેન્ડ પાર્ટીઓ, ઓચ્છવ મંડળીઓ, ભક્તિ કીર્તનોનું DJ, પંચમહાલ અને કચ્છ-ગુજરાતના ટીમલી નૃત્ય કરતાં હરિભક્તો, કળશધારી યુવતીઓ, સાંખ્યયોગી બહેનો, કર્મયોગી બહેનોનો વિશાળ સમૂહ – 2 કિલોમીટર લાંબી નગરયાત્રા માનકુવા-ભારાસર, કચ્છના રાજમાર્ગો પર પસાર થઇ હતી. આ નગરયાત્રામાં એન.આર.આઈ. હરિભક્તો વિશેષ સંખ્યામાં ઉમટ્યા હતા.     
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ, 2 કિમી લાંબી નગરયાત્રની વધુ તસવીરો...
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Shri Swaminarayan Temple, Bharsar-Kutch Golden Festival Nagarayatra
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended