Home »NRG »Gujarat» NRG Garba-2017 Has Been Organized At Ahmedabad First Time

અમદાવાદમાં NRG ગરબાનું ખાસ આયોજન, વતન પ્રેમીઓનું કરાશે સન્માન

divyabhaskar.com | Jan 18, 2017, 16:01 PM IST

એનઆરજીડેસ્કઃઅમદાવાદમાં દેશ વિદેશથી આવેલા એનઆરજી(નોન રેસિડેન્ટ ગુજરાતી) ભાઈબહેનો માટે વૈશ્વિક ગુજરાતી સંગઠન દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. પાર્થ અને સંજય ઓઝાના સૂરીલા સ્વરા ગવાયેલા ગરબાના તાલે એનઆરજી કાર્યક્રમમાં ગરબે ઘૂમશે. આ પ્રકારના ગરબાનું અમદાવાદમાં પ્રથમ વાર આયોજન થઈ રહ્યું છે.
 
શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી નવરંગ સ્કૂલ પાસે આવેલા નવદીપ હોલમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. નોંધનીય છે કે, આ પ્રકારનો કાર્યક્રમ અમદાવામાં પ્રથમ વખત યોજાઈ રહ્યો છે. ગરબા ઉપરાંત દરિયા પાર રાસ ગરબાની ગુજરાતી સંસ્કૃતિને જીવંત રાખવાના પ્રયાસો કરનારા લોકોનું અભિવાદન કરવામાં આવશે. જેમાં ભારતીબેન જોશી(લંડન), જોગિંદરસીંગ છાબરા(મેલબોર્ન), અમિત પટેલ(અમેરિકા), બ્રિજ જોશી(લંડન) વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. 
 
વિદેશોમાં વસતા અને ગુજરાતી સમુદાય માટે વિશિષ્ટ કામગીરી કરનારા વતન પ્રેમીઓનું પણ આ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવશે. હાલ ઘણા વિદેશમાં વસતા ગુજરાતી ભાઈઓ બહેનો માદરે વતન આવેલા છે. અમદાવાદમાં પણ મોટી સંખ્યામાં એનઆરજી સમુદાય હાલ આવેલો છે. ઉલ્લેખનીય છે કે, વિદેશોમાં કુલ 2 કરોડ ભારતીયો વસે છે જેમાં 65 લાખથી વધુ ગુજરાતીઓ છે. ગુજરાત બહાર વસતા ગુજરાતીઓની વાત કરીએ તો તેની કુલ સંખ્યા એક કરોડ છે.
 
આ ગરબાનું આયોજન વૈશ્વિક ગુજરાતી સંગઠન, રા પોઝિટિવ મિડિયા પ્રા.લિ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં divyabhaskar.com ડિઝિટલ મિડિયા પાર્ટનર છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા તમે અહીં આપેલા ઈમેલ એડ્રેસ પર રજીસ્ટ્રેશન કરાવી શકો છો. ઈમેલ એડ્રેસ nrggarba2017@gmail.com
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: NRG Garba-2017 has been organized at ahmedabad first time
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended